નાયબ મામલતદારે મહિલા કલેક્ટર પર બળાત્કારનો પ્રયાસ કર્યો અને ત્યાર બાદ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

લખનઉ : UP ના બસ્તીમાં મહિલા PAC અધિકારીના ઘરમાં ઘુસીને બળાત્કારનો પ્રયાસ કર્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. હવે આ મામલે પોલીસ નાયબ મામલતદાર પર સકંજો કસ્યો છે. ફરાર થઇ ગયેલા નાયબ મામલતદાર પર 25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.

ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારો કિસ્સો

ઉત્તર પ્રદેશના બસ્તીમાં મહિલા પીસીએસ અધિકારી સાથે બળાત્કારનો પ્રયાસ કરનારા નાયબ મામલતદાર પર સકંજો કસવામાં આવ્યો છે. સતત પ્રયાસો છતા પણ ધરપકડ નહી થતા નાયબ મામલતદાર પર 25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. દિવાળીના એક દિવસ પહેલા નાયબ મામલતદારે મહિલા પીસીએસ અધિકારીના ઘરમાં અડધી રાત્રે ઘુસીને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. મહિલા અધિકારીએ હોબાળો કરતા તેની હત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.

ઘટનાના અનેક દિવસો છતા આરોપી ઝડપાયો નથી

ઘટનાના અનેક દિવસો પછી પણ આરોપી અધિકારી પર કોઇ કાર્યવાહી નહી થતા પીસીએશ અધિકારીએ વીડિયો જાહેર કરીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અપીલ કરી હતી. વીડિયોમાં સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ રિટ્વીટ કરીને યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. ત્યાર બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ધરપકડ માટેના ચક્રોગતિમાન કર્યા હતા. હાલ પોલીસની 6 ટીમ તેને શોધી રહી છે.

ADVERTISEMENT

નાયબ મામલતદાર પર 25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર

આટલા દિવસો છતા ધરપકડ નહી થતા તેના પર ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓના અનુસાર સદર તાલુકાના નાયબ મામલતદાર ઘનશ્યામ શુક્લાની વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. તેની ધરપકડ સમયે નહી થઇ શકતા 25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આ નાયબ મામલતદાર વિરુદ્ધ 323,452,504,354,307, 376 અને 511 અંતર્ગત કેસ દાખલ થયો છે. આ ગંભીર પ્રકારની કલમો છે.

દિવાળીની આગલી રાત્રે ડેપ્યુટી કલેક્ટર પર બળાત્કારનો પ્રયાસ

મહિલા અધિકારી તરફથી દાખલ ફરિયાદ અનુસાર નાયબ મામલતદાર ઘનશ્યામ શુક્લ દિવાળીની આગલી રાત્રે એક વાગ્યે મહિલા અધિકારીના ઘરે મોડી રાત્રે દરવાજો તોડીને દાખલ થયા હતા. તેમની સાથે જબરજસ્તી કરવામાં આવી. મહિલા અધિકારીએ વિરોધ કર્યો તો તેમની સાથે મારપીટ અને ગાળાગાળી કરી હતી. વિરોધ પર તેને પીડિતાનું ગળુ દબાવીને મારવાનો પ્રયાસ કર્યો. મહિલા અધિકારીએ જેમ તેમ પોતાની જાત બચાવી અને ઘરમાં છુપાઇ ગયા હતા.

ADVERTISEMENT

આખી રાત ડેપ્યુટી કલેક્ટરના ઘર બહાર ભરતો રહ્યો

નાયબ મામલતદાર ઘનશ્યામ રાત્રે અઢી વાગ્યા સુધી મહિલા અધિકારીના આવાસની આસપાસ ફરતો રહ્યો હતો. ઘટના બાદ ગભરાઇ ગયેલા મહિલા અધિકારી 3 દિવસ સુધી ઘરની બહાર પણ નિકળ્યાં નહોતા. ચોથા દિવસે પરિવારના લોકોને ઘટના અંગે માહિતી આપી સાથે પોલીસ ફરિયાદ પણ કરી હતી. તેમની ફરિયાદ બાદ પોલીસે કેસ દાખલ કર્યો. મહિલા અધિકારી ગોરખપુરની જ્યારે આરોપી નાયબ મામલતદાર મહરાજગંજ જિલ્લાનો રહેવાસી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT