મોબાઈલ ગેમની લતે દીકરાને બનાવ્યો ‘હેવાન’, માતા-પિતા અને બહેનને કુહાડીથી રહેંસી નાખ્યા
Rajasthan Crime News: રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ટ્રિપલ મર્ડરનો મામલો સામે આવ્યો છે. આ ઘટના પાદુકલા શહેરમાં બની હતી. અહીં એક 20 વર્ષના યુવકે રવિવારે પોતાના…
ADVERTISEMENT
Rajasthan Crime News: રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ટ્રિપલ મર્ડરનો મામલો સામે આવ્યો છે. આ ઘટના પાદુકલા શહેરમાં બની હતી. અહીં એક 20 વર્ષના યુવકે રવિવારે પોતાના માતા-પિતા અને બહેનની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. આરોપીની ઓળખ મોહિત તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, મોહિતને મોબાઈલમાં ગેમ રમવાની લત છે. તે દરરોજ 15-16 કલાક ફોન પર વિતાવતો હતો. પોલીસ તપાસ કરી રહી છે કે શું હિંસક ઓનલાઈન ગેમ કે કન્ટેન્ટની લતે તેને હિંસક બનાવી દીધો?.
હત્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ
પોલીસની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે હત્યા બાદ મોહિતે ઘરમાં બનાવેલી ટાંકીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. એક પોલીસ અધિકારીએ તેની બોડી લેંગ્વેજ અને પસ્તાવાના અભાવના આધારે તેને માનસિક રીતે અસ્થિર અને સાઇકો ગણાવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે મોહિતે એક મહિના પહેલા જ હત્યાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ તે તેને અંજામ આપી શક્યો નહોતો. પોલીસને હજુ સુધી હત્યા પાછળનું સાચું કારણ જાણવા મળ્યું નથી.
પહેલા માતા-બહેનને કુહાડીના ઘા માર્યા, પછી પિતાની હત્યા કરી
પ્રાથમિક તપાસ મુજબ, કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા મોહિતે સૌથી પહેલા તેની માતા અને બહેનની હત્યા કરી હતી. માતા રાજેશ કંવર અને બહેન પ્રિયંકા કંવર તેમના રૂમમાં સૂતા હતા. ત્યારે મોહિતે તેમના પર કુહાડી વડે હુમલો કર્યો હતો અને તેમની (માતા-બહેન) હત્યા કરી નાખી હતી. આ પછી તે તેમના લોહીથી લથપથ મૃતદેહને ઘરની બહાર ફળિયામાં લાવ્યો હતો. આ દરમિયાન જ્યારે બીજા રૂમમાં સૂતેલા તેમના પિતા બહાર આવ્યા ત્યારે તેણે પિતાની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી.
ADVERTISEMENT
પિતા ચલાવતા હતા જ્વેલરીની દુકાન
આ પછી મોહિત ફળિયામાં ત્રણેય મૃતદેહની બાજુમાં બેસી ગયો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, કંવર પરિવાર થોડા સમય અગાઉ ચેન્નાઈથી પાદુકલા શહેર પર આવ્યો હતો. અહીં મોહિતના પિતા દિલીપભાઈ જ્વેલરીની દુકાન ચલાવતા હતા. મોહિત ઘણીવાર તેના પિતાની દુકાન પર બેસતો હતો.
ADVERTISEMENT