મુસ્લિમો ચૂંટણી જ નહી લડી શકે? સરકારે 5 સીટો SC-ST માટે અનામત કરી દેતા વિવાદ
નવી દિલ્હી : આસામથી 14 લોકસભા અને 126 વિધાનસભા વિસ્તારના પરિસીમન મુદ્દાનો ભારે વિરોધ શરૂ થઇ ચુક્યો છે. 1976 બાદ થઇ રહેલા પરિસીમનની પ્રક્રિયા શુક્રવારે…
ADVERTISEMENT
નવી દિલ્હી : આસામથી 14 લોકસભા અને 126 વિધાનસભા વિસ્તારના પરિસીમન મુદ્દાનો ભારે વિરોધ શરૂ થઇ ચુક્યો છે. 1976 બાદ થઇ રહેલા પરિસીમનની પ્રક્રિયા શુક્રવારે સમાપ્ત થઇ ગઇ. પરિસીમનના અંતિમ મુસદ્દામાં અનેક વિધાનસભા અને લોકસભા ક્ષેત્રોના વિસ્તારોમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે અનેક ક્ષેત્રોને રદ્દ કરી દેવાયા છે. આ ઉપરાંત અનેક એસેમ્બલી સીટ્સને એસસી-એસટી માટે આરક્ષિત કરી દેવામાં આવી છે.
વધી SC-ST ની અનામત સીટો
અંતિમ પરિસીમન મુસદ્દા અનુસાર પાંચ વિધાનસભા વિસ્તાર જ્યાં હંમેશા લઘુમતી વિસ્તારના જ ધારાસભ્યો ચૂંટાતા હતા તેને હવે અુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતિ માટે અનામત કરી દેવામાં આવ્યા છે. આ જ સાથે એસટી માટે અનામત સીટોની સંખ્યા 16 થી વધારીને 19 કરી દેવામાં આવી છે. જ્યારે એસસી માટે અનામત સીટો 6 થી વધારીને 8 કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
પરિસીમનના અંતિમ મુસદ્દાનો વિરોધ કરવામાં આવ્યો
જેથી પરિસીમનના અંતિમ મુસદ્દાનો વિરોધ વધી ગયો છે. શનિવારે સત્તારુઢ ભાજપની સહયોગી પાર્ટી અસમ ગણ પરિષદના વરિષ્ઠ નેતા અને આમગુરી ધારાસભ્ય પ્રદીપ હજારિકાએ મુસદ્દાના વિરોધમાં પાર્ટીના તમામ પદો પરથી રાજીનામા આપી દીધા છે. હજારિકા અમગુરી વિધાનસભા ક્ષેત્રમાંથી જીતતા હતા. નવા પરિસીમનથી તેને ખતમ કરી દેવાયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT