Pakistanની કસ્ટડીમાં છે મુંબઈ હુમલાનો માસ્ટમાઈન્ડ હાફિઝ સઈદ, ભોગવી રહ્યો છે 78 વર્ષની જેલની સજા

ADVERTISEMENT

gujarattak
social share
google news
Mumbai Terror Attack: મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉલ-દાવાનો ચીફ આતંકી હાફિઝ સઈદ (Terrorist Hafiz Saeed)  પાકિસ્તાનની કસ્ટડીમાં છે. તે પાકિસ્તાનમાં 78 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. આ જાણકારી સંયુક્ત રાષ્ટ્રએ પોતાની અપડેટ માહિતીમાં આપી છે.

7 કેસમાં સાબિત થયો છે દોષિત

UNએ જણાવ્યું છે કે, આતંકી હાફિઝ સઈદ 12 ફેબ્રુઆરી 2020થી 78 વર્ષની સજા કાપી રહ્યો છે. ટેરર ફંડિંગના 7 કેસમાં તે દોષિત સાબિત થયો છે. તમને જણાવી દઈએ કે ભારતની તપાસ એજન્સીઓ હાફિઝ સઈદને ઘણા મામલાઓમાં શોધી રહી છે.

UNની આતંકવાદીની યાદીમાં સામેલ છે સઈદ

પાકિસ્તાનમાં હાફિઝ સઈદને આતંકવાદને ફંડિંગ માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. હકીકતમાં, હાફિઝ સઈદને ડિસેમ્બર 2008માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલ-કાયદા પ્રતિબંધ સમિતિ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.

યુએનએ યાદીમાં ઘણા વધુ સુધારા કર્યા

વાસ્તવમાં, ગયા મહિને જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે અલ-કાયદાની પ્રતિબંધોની સૂચિમાં આતંકવાદીઓ અને તેમના સંગઠનોની સંપત્તિને ફ્રીઝ કરવા સહિત મુસાફરીને પ્રતિબંધિત કરવા માટે પણ સુધારા કર્યા હતા.

ભુટ્ટાવીનું થઈ ચૂક્યું છે મોત

યુએનએ અપડેટમાં એમ પણ કહ્યું છે કે લશ્કરનો સંસ્થાપક સભ્ય અને ડેપ્યુટી ચીફ અબ્દુલ સલામ ભુટ્ટાવીનું મોત થઈ ચૂક્યું છે. તમને જણાવી દઈએ કે ભુટ્ટવી યુએનની યાદીમાં સામેલ આતંકવાદી હતો અને હાફિઝ સઈદનો ખાસ હતો. ભુટ્ટવીએ 2008માં મુંબઈમાં થયેલા હુમલા માટે લશ્કરના હુમલાખોરોને તાલીમ આપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT