FB LIVE કરી ઉદ્ધવ જૂથના નેતાની હત્યા, હુમલાખોરે પણ ટૂંકાવ્યું જીવન; VIDEO જોઈને હચમચી જશો

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • ઉદ્ધવ જૂથના નેતા અભિષેક ઘોષાલકરની ગોળી મારી હત્યા
  • હુમલાખોરે ફેસબુક લાઈવ કરીને નેતાને મારી ગોળી
  • હુમલાખોરે પણ પોતાને ગોળી મારી કરી લીધો આપઘાત 
Abhishek Ghosalkar Murder:  મુંબઈના દહિસરમાં શિવસેના (UBT)ના પૂર્વ કાઉન્સિલર અભિષેક ઘોષાલકર (Abhishek ghosalkar video)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હુમલા બાદ હુમલાખોરે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પૈસાના વિવાદને લઈને અભિષેક ઘોષાલકર પર હુમલો કરવામાં આવ્યો હતો. અભિષેક ઘોષાલકર શિવસેનાના પૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોષલકરના પુત્ર હતા.

શું છે સમગ્ર મામલો?

શિવસેના (UBT)ના પૂર્વ કાઉન્સિલર અભિષેક ઘોષાલકરને મારીસ નામના શખ્સે ગુરુવારે દહિસર ખાતે આવેલા તેમના કાર્યલયમાં આયોજિત મહિલાઓના સાંસ્કૃતિક કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રે લગભગ 8.30 વાગ્યાની આસપાસ મેરિસે અભિષેક ઘોષાલકર સાથે ફેસબુક લાઈવ કર્યું અને કહ્યું કે તે અભિષેક ઘોષાલકરની સાથે સામાજિક કાર્ય કરવા માંગે છે.

ફેસબુક લાઈવ દરમિયાન મારી ગોળી

ફેસબુક લાઈવમાં અભિષેક ઘોષાલકર કહેતા જોવા મળી રહ્યા છે કે અમારી વચ્ચે મતભેદના સમાચારો આવતા રહે છે, પરંતુ હવે અમે મળીને ગરીબ લોકો માટે કામ કરીશું. આટલું કહીને અભિષેક ઘોષાલકર હસતા ઉભા થઈ જાય છે અને ત્યારે મેરિસ અભિષેક ઘોષાલકર પર ફાયરિંગ કરે છે.

હત્યા કરી હત્યારાએ આપઘાત કર્યો

ફેસબુક લાઈવ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ આ ઘટના જોઈ. અભિષેક ઘોષાલકરને ગોળી માર્યા બાદ મેરિસે રૂમમાંથી બહાર આવી અને તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. આ દરમિયાન અભિષેક ઘોષાલકરને ગંભીર હાલતમાં તાત્કાલિક નજીકની કરુણા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં થોડા સમય બાદ તેમનું મૃત્યુ થયું હતું.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT