Train Accident: ઝારખંડમાં માલગાડી અને હાવડા-મુંબઈ મેલ વચ્ચે અકસ્માત, 2નાં મોત, 20 ઘાયલ
Jharkhand train accident: ફરી એકવાર રેલવેની ગાડી પાટા પરથી ઉતારી ગઈ છે. ઝારખંડના ચક્રધરપુર રેલ્વે વિભાગના બારાબામ્બો રેલ્વે સ્ટેશન પાસે હાવડા મુંબઈ મેલ એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો.
ADVERTISEMENT

Jharkhand train accident: ફરી એકવાર રેલવેની ગાડી પાટા પરથી ઉતારી ગઈ છે. ઝારખંડના ચક્રધરપુર રેલ્વે વિભાગના બારાબામ્બો રેલ્વે સ્ટેશન પાસે હાવડા મુંબઈ મેલ એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે રેલવેના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માતમાં બે મુસાફરના મૃત્યુ થયા છે અને અંદાજે 20 જેટલા લોકો ઘાયલ થયા છે. રેલવે કર્મચારીઓ સાથે એઆરએમ, એડીઆરએમ અને સીકેપીની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને બચાવી રહી છે. તેમજ, ટીમે ઘટના સ્થળેથી 80 ટકા મુસાફરોને ચક્રધરપુર રેલ્વે સ્ટેશન પર પહોંચાડ્યા છે.
હાવડા-CSMT એક્સપ્રેસના 18 ડબ્બા પાટા ઉતર્યા
આ ઘટનાની પુષ્ટિ કરતા એક અધિકારીએ જણાવ્યું હતું કે 12810 હાવડા-CSMT એક્સપ્રેસના 18 ડબ્બા પાટા પરથી ઉતરી (Mumbai-Howrah Train Accident) ગયાની જાણ લગભગ 3:45 વાગ્યે ચક્રધરપુર નજીક રાજખારસ્વન વેસ્ટ આઉટ અને ચક્રધરપુર ડિવિઝનના બારામ્બો વચ્ચે થઈ હતી.
સીએમ હેમંત સોરેને આપી હતી સૂચના
આ ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી હેમંત સોરેને સિંઘભૂમ અને સેરાઈકેલા-ખારસાવાન જિલ્લા મેજિસ્ટ્રેટને ઘાયલોની સારવાર માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચના આપી છે. આ સાથે તેમણે તમામ જરૂરી મદદની વ્યવસ્થા કરવાની સાથે સ્થળ પર હાજર લોકોને માહિતી આપવા સૂચના પણ આપી છે. ચક્રધરપુર રેલ્વે ડિવિઝનના વરિષ્ઠ ડીસીએમ આદિત્ય કુમાર ચૌધરીએ કહ્યું કે ઘટનાની માહિતી મળ્યા બાદ, ચક્રધરપુર રેલ્વે વિભાગના અધિકારીઓ, રાહત ટ્રેન અને અનેક એમ્બ્યુલન્સને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી છે. આ ઉપરાંત, વહીવટીતંત્રે બારાબામ્બો નજીક ટ્રેન નંબર 12810 ના પાટા પરથી ઉતરી જવાની ઘટના માટે હેલ્પલાઇન નંબર 0651-27-87115 પણ જારી કર્યો છે.
ADVERTISEMENT
રેલ્વે દ્વારા જારી કરવામાં આવેલ હેલ્પલાઈન નંબર
ટાટાનગર- 06572290324
ચક્રધરપુર- 06587 238072
રાઉરકેલા- 06612501072, 06612500244
હાવડા- 9433357920, 03326382217
રાંચી- 0651-27-87115.
HWH હેલ્પ ડેસ્ક- 033-26382217, 9433357920
SHM હેલ્પ ડેસ્ક- 6295531471, 7595074427
KGP હેલ્પ ડેસ્ક- 03222-293764
CSMT હેલ્પલાઇન ઓટો નંબર- 55993
P&T- 022-22694040
મુંબઈ- 022-22694040
નાગપુર- 7757912790
ADVERTISEMENT