પ્રફુલ પટેલનને મળી મોટી રાહત, મોહન ડેલકર સુસાઈડ કેસ મુદ્દે મુંબઈ હાઈકોર્ટે FIR રદ કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે સાંસદ મોહન ડેલકરની કથિત રૂપે આત્મહત્યા કેસમાં પ્રફુલ પટેલની સામે નોંધાયેલી FIRને રદ કરી દીધી છે. નોંધનીય છે કે દાદરા અને નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલને મોટી રાહત મળી ગઈ છે. આની સાથે તમામ 9 આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરાયેલી FIRને પણ રદ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ સામે માર્ચ 2021માં મુંબઈ પોલીસે કથિત રૂપે મોહન ડેલકરને આત્મહત્યા કરવા માટે પ્રેરણા આપવા અને ધમકીઓ આપવાના આરોપ સાથે કેસ નોંધ્યો હતો.

9 આરોપીએ FIR રદ કરવા અપિલ કરી
દાદરા અને નગર હવેલીથી 7 વાર સાંસદ રહી ચૂકેલા 58 વર્ષીય ડેલકરનું 22 ફેબ્રુઆરી 2021એ મુંબઈ ખાતે મોત નીપજ્યું હતું. આ દરમિયાન મરિન ડ્રાઈવ સ્થિત એક હોટેલમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારપછી પ્રફુલ પટેલ સામે ફરિયાદ કરાઈ હતી. આ કેસ મુદ્દે 9 આરોપીઓ દ્વારા FIR રદ કરવાની અપિલ કરાઈ હતી. જેમાં તેમણે ષડયંત્રનો શિકાર થઈને ફસાઈ ગયા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ દરમિયાન જસ્ટિસ પી.બી.વરાલ અને એસ.ડી.કુલકર્ણીની ખંડપીઠે દાખલ રિપોર્ટને રદ કરી દીધો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT