VIDEO: મુકેશ અને નીતા અંબાણીએ પૌત્ર-પૌત્રી સાથે આપ્યું ખાસ પરફોર્મન્સ, પહેલીવાર દેખાયો આવો અંદાજ

ADVERTISEMENT

મુકેશ અને નીતા અંબાણી પૌત્રો સાથે
Mukesh Ambani and Nita Ambani
social share
google news

Anant-Radhika Pre-Wedding: અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન પછી, સંગીત સેરેમનીની ઉજવણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 5 જુલાઈના રોજ નીતા અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે એક ભવ્ય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વભરની હસ્તીઓએ હાજરી આપી હતી. તમામ લોકોની વચ્ચે મુકેશ અને નીતા અંબાણીએ એવું પરફોર્મન્સ આપ્યું કે દર્શકો અચંબામાં પડી ગયા.

મુકેશ-નીતાનો વીડિયો હેડલાઇન્સમાં છે

અનંત અને રાધિકાના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે. મુકેશ અને નીતા અંબાણી તેમના પરિવારના આ છેલ્લા લગ્નને ભવ્યતા સાથે કરાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. અનંત-રાધિકાના લગ્નની ઉજવણી મામેરું વિધિથી શરૂ થઈ હતી, જે પછી દાંડિયા નાઈટ અને ગરબા યોજાયા હતા. મુકેશ અને નીતા અંબાણીએ તાજેતરમાં યોજાયેલા સંગીત સમારોહમાં રેટ્રો શૈલીમાં યાદગાર પરફોર્મન્સ આપ્યું હતું.

'ચક્કે પે ચક્કા' પર બનાવવાયો વીડિયો

સંગીત સેરેમનીમાંથી સામે આવેલા વીડિયોમાં મુકેશ અને નીતા અંબાણી વિન્ટેજ કારમાં સવારી કરતા જોવા મળે છે. તેમની સાથે તેમના પૌત્રો પૃથ્વી, વેદ, કૃષ્ણ અને આદિયા પણ જોવા મળે છે. નીતા અંબાણી તેમની પૌત્રી અને પૌત્ર વેદ અને આદિયા સાથે બેઠેલા હતા, જ્યારે તેમની પૌત્રી અને પૌત્ર પૃથ્વી અને કૃષ્ણ પાછળની સીટ પર હતા. મુકેશ અંબાણી કાર ચલાવતા અને 'ચક્કે પે ચક્કા' ગાતા જોઈ શકાય છે.

ADVERTISEMENT

નીતા અંબાણી પોતાના પૌત્ર-પૌત્રીઓ સાથે આ ગીતને એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. ફેન્સને આ વીડિયો પસંદ આવ્યો છે. યુઝર્સે અંબાણી પરિવારના બોન્ડ અને આ વીડિયોના ખૂબ વખાણ કર્યા છે.
 

    follow whatsapp

    ADVERTISEMENT