મુકેશ અંબાણીએ નીતા અંબાણીને ગિફ્ટ આપી દેશની સૌથી મોંઘી SUV, કિંમત જાણીને રહી જશો દંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિશ્વના દિગ્ગજ અબજપતિઓની યાદીમાં મહત્વનું સ્થાન ધરાવતા મુકેશ અંબાણીએ તેમના પત્ની નીતા અંબાણીને એક SUV કાર ગિફ્ટમાં આપી છે. આ દેશની સૌથી મોંઘી SUV હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ SUVનું નામ Rolls Royce Cullinan Black Badge છે. તેની કિંમત કરોડો રૂપિયામાં છે. મુકેશ અંબાણી પહેલા પણ નીતા અંબાણીને ઘણી ભેટ આપી ચૂક્યા છે. મુકેશ અંબાણીએ એકવાર નીતા અંબાણીને કરોડો રૂપિયાનું લક્ઝરી જેટ ગિફ્ટ કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, નીતા અંબાણીને ભેટમાં આપવામાં આવેલી આ SUV કાર લાલ રંગની છે. તે હાલમાં જ મુંબઈના રસ્તાઓ પર Z+ સિક્યોરિટીની વચ્ચે સુરક્ષાથી ઘેરાયેલી જોવા મળી હતી. આ SUV ખૂબ જ ખાસ છે. આ એકદમ લક્ઝરી છે.

કેટલી છે કિંમત?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીતા અંબાણીને ગિફ્ટમાં મળેલી આ SUVની કિંમત 10 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મુકેશ અંબાણીની પાસે એકથી એક ચઢિયાતી ગાડીઓ છે. તેમાં રોલ્સ રોયસ, બેન્ટલી, લેન્ડ રોવર રેન્જ રોવર, કેડિલેક, ટેસ્લા, પોર્શે, ફેરારી, મર્સિડીઝ, બીએમડબ્લ્યુ, ઓડી, લેક્સસ, વોલ્વો અને ટોયોટા વગેરેનો સમાવેશ થાય છે. આ તમામની કિંમત કરોડો રૂપિયામાં છે.

150થી વધુ ગાડીઓ

અંબાણી પરિવારના તમામ સભ્યો પાસે એક એક જોરદાર લક્ઝરી ગાડીઓ છે. રિપોર્ટ્સ અનુસાર, મુંબઈમાં આવેલા અંબાણીના ઘરના ગેરેજમાં 150થી વધુ ગાડીઓ છે. હવે તેમાં કુલીન બ્લેક બેજ કાર પણ સામેલ થઈ ગઈ છે. આ કારને જોનારા લોકો તેને જોતા જ રહી જાય છે. આ લક્ઝરી SUVનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ કારને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ADVERTISEMENT

લક્ઝરી વસ્તુઓનું કલેક્શન

તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણીના ઘરમાં એકથી એક ચઢિયાતી લક્ઝરી વસ્તુઓ છે. નીતા અંબાણીની પાસે લક્ઝરી ચીજવસ્તુઓનું શાનદાર કલેક્શન છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ ગયા બુધવારે સ્વદેશ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું છે. આના દ્વારા રિલાયન્સનો હેતું છે કે તે દેશના હજારો કારીગરોની મદદ કરી શકે.

    follow whatsapp

    ADVERTISEMENT