મુકેશ-નીતા અંબાણીએ પરિવાર સાથે સ્વતંત્રતા દિવસ ઉજવ્યો, પૌત્ર પૃથ્વીએ પણ તિરંગો લહેરાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: આજે સમગ્ર દેશ 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. રાજધાની દિલ્હી સ્થિત લાલ કિલ્લાથી લઈને છેવાડાના ગામડાઓ સુધી લોકો તિરંગો ફરકાવીને આઝાદીની ઉજવણી કરી રહ્યા છે. આ વચ્ચે દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ (Mukesh Ambani) પણ પરિવાર સાથે આઝાદીના તહેવારની ઉજવણી કરી હતી. આ અવસરે અંબાણી પરિવારના સૌથી નાના સદસ્ય એટલે કે મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીના હાથમાં પણ તિરંગો જોવા મળ્યો.

મુકેશ અંબાણી-નીતા અંબાણીએ તિરંગો લહેરાવ્યો
ન્યૂઝ એજન્સી ANIએ અંબાણી પરિવારનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મુકેશ અંબાણી, તેમની પત્ની નીતા અંબાણી અને પૌત્ર પૃથ્વી અંબાણી તિરંગો ફરકાવતા દેખાય છે. મુકેશ અંબાણીએ પૌત્રને ખોળામાં તેડ્યો છે, જ્યારે નીતા અંબાણી તિરંગો ફરકાવી રહ્યા છે. વીડિયોના અંતમાં નીતા અંબાણી તિરંગો પૌત્ર પૃથ્વીના હાથમાં આપે છે. જણાવાઈ રહ્યું છે કે, અંબાણી પરિવારે કંપનીના કર્મચારીઓ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. આ વીડિયો પણ તે જ સમારોહનો છે.

ADVERTISEMENT

એન્ટીલિયાને રંંગબેરંગી લાઈટોથી સજાવાયું
દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસરે પાછલા એક વર્ષથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે સમગ્ર દેશને સામેલ કરીને ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આહવાહન કર્યું હતું. પ્રધાનમંત્રીની આ અપીલની અસરને પરિણામે લોકોએ ઘરે-ઘરે તિરંગો લહેરાવ્યો હતો. મુકેશ અંબાણીનો પરિવાર પણ આ અભિયાનમાં જોડાયો હતો. અંબાણી પરિવારના ઘર એન્ટીલિયા આ અવસરે તિરંગાના રંગમાં રંગાયું હતું. જેના ફોટો-વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

એન્ટીલિયા બહાર સેલ્ફી લેવા પહોંચ્યા લોકો
કહેવાઈ રહ્યું છે કે, અંબાણી પરિવારે એન્ટીલિયાની સાથે સાથે આસપાસના કેટલાક કિલોમીટર સુધીના રોડને પણ બંને તરફથી રોશનીથી સજાવાયા હતા. એન્ટીલિયીની આ સજાવટ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. અંબાણી પરિવારની આ સજાવટ જોવા માટે આવી રહેલા લોકો માટે કોલ્ડ ડ્રિંક અને ચોલકેટની પણ વ્યવસ્થા કરાઈ હતી. લોકો અહીં ઊભા રહીને સેલ્ફી લેવા લાગી ગયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT