MS Dhoni આવતીકાલે કરશે મોટી જાહેરાત, IPLમાંથી સંન્યાસ કે પછી બીજો મોટો ધડાકો? ફેન્સ વિચારમાં પડ્યા
દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) પોતાના ફેન્સ માટે કંઈક મોટું કરવા જઈ રહ્યા છે. એમ.એમ ધોનીએ પોતે જાહેરાત કરી છે કે…
ADVERTISEMENT
દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) પોતાના ફેન્સ માટે કંઈક મોટું કરવા જઈ રહ્યા છે. એમ.એમ ધોનીએ પોતે જાહેરાત કરી છે કે 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે તેઓ LIVE આવશે અને એક મહત્વપૂર્ણ જાહેરાત કરશે. સોશિયલ મીડિયાથી દૂર રહેનારા મહેન્દ્રસિંહ ધોનીનું આ રીતે અચાનક લાઈવ આવવાની જાહેરાતથી ફેન્સ પણ વિચારમાં પડી ગયા છે.
2 વર્ષ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો
મહેન્દ્ર સિંહ ધોનીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધાને 2 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. જોકે તે હજુ પણ IPLમાં રમતા જોવા મળી રહ્યો છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે IPL 2023 તેની અંતિમ ટૂર્નામેન્ટ હોઈ શકે છે. એવામાં ફેન્સને ડર છે કે એમ.એસ ધોની નિવૃત્તિને લઈને તો કોઈ મોટી જાહેરાત તો નથી કરી રહ્યા ને?
આવતીકાલે ધોની કરશે જાહેરાત
મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના ફેસબુક પેજ પર આજે એક પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે, 25 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે તમારા બધા સાથે એક ખાસ ખબર શેર કરીશ. તમને બધાને ત્યાં જોવાની આશા છે.
ADVERTISEMENT
છેલ્લે 2019માં વર્લ્ડકપમાં રમ્યો હતો ધોની
એમ.એસ ધોનીએ 15 ઓગસ્ટ 2020એ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો. ધોનીએ પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2019ના વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. 41 વર્ષના એમ.એસ ધોનીએ 350 વનડે, 98 ટી-20 અને 90 ટેસ્ટ મેચ રમીને કુલ 17266 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 108 અડધી સદી, 16 સદી ફટકારી છે. ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ત્રણ ICC ટ્રોફી જીતી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
Started from raina then uthappa now dhoni going to come live tomorrow, really don’t want that to happen ??.#MSDhoni? #MSDhoni
— Nareshnk (@nareshnk195) September 24, 2022
ADVERTISEMENT