IPL 2023 પહેલા MS Dhoniએ પ્રેક્ટિસ શરૂ કરી, નેટ્સમાં છગ્ગા-ચોગ્ગા મારતા દેખાયો, જુઓ વીડિયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઝારખંડ: ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ લાંબા સમયથી ક્રિકેટથી દૂર મહેન્દ્રસિંહ ધોની ફરી મેદાનમાં પ્રેક્ટિસ કરવા પહોંચી ગયો છે. મહેન્દ્રસિંહ ધોનીએ IPLની 16મી સીઝન પહેલા પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ધોની ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (JSCA)માં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો. તેની પ્રેક્ટિસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સ માટે IPL ખૂબ ખાસ હશે, કારણ કે પાછલી વખત ટીમ પોઈન્ટ ટેબલ પર 9મા ક્રમે રહી હતી. આ ઉપરાંત આ ધોનીની પણ છેલ્લી IPL સીઝન હોઈ શકે છે.

ધોનીની બેટિંગ જોવા ફેન્સ આતુર
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ધોની જૂના અંદાજમાં દેખાય છે. ધોની પોતાના અભ્યાસમાં મોટા શોટ્સ સાથે ડિફેન્સિવ પ્રેક્ટિસ કરતા દેખાય છે. આ વખતે IPLમાં ફેન્સને આશા છે કે તેના બેટથી મોટી ઈનિંગ્સ જોવા મળે. આ વખતે IPL હોમ એન્ડ અવે ફોર્મેટમાં હશે, જેનાથી તમામ ટીમો પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમતા દેખાશે. એવામાં ચેન્નઈના હોમ ગ્રાઉન્ડ પર ધોનીને રમતા જોવા ફેન્સ આતુર છે.

ADVERTISEMENT

ગત સીઝનમાં CSK 9માં ક્રમે રહી હતી
IPL 2022માં ચેન્નઈ સુપર કિંગ્સ 14માંથી 4 મેચ જીતવામાં સફળ રહી હતી. આ ઉપરાંત ટીમની કેપ્ટન્સીને લઈને પણ મોટો વિવાદ થયો હતો. શરૂઆતની મેચોમાં રવિન્દ્ર જાડેજા ટીમનો કેપ્ટન હતો, જેમાં ટીમનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું. આ બાદ એવી પણ ખબર આવી કે આગામી સીઝનથી જાડેજા ચેન્નઈથી અલગ થઈ જશે, જોકે અંતમાં બધુ ઠરીઠામ થઈ ગયું. જે બાદ ફરી ધોનીને જ કેપ્ટનશિપ આપવામાં આવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT