CSK vs MI: ધોનીની ચતુરાઈ સામે અમ્પાયર પણ થયા ફેલ, ‘વાઈડ બોલ’ પર મળી સૂર્યકુમાર યાદવની વિકેટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

CSK vs MI: IPL 2023 માં, શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં CSKના સ્પિનરોએ શાનદાર બોલિંગ કરી. જ્યારે કેપ્ટન ધોનીએ મુંબઈના એક સ્ટાર ખેલાડીને આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

અમ્પાયરે વાઈડ બોલ આપ્યો, રિવ્યૂમાં વિકેટ મળી
ધોનીએ આ કામ મિચેલ સેન્ટનરની આઠમી ઓવરમાં કર્યું હતું. જ્યારે સામે સૂર્યકુમાર યાદવ રમી રહ્યો હતો. ઓવરના બીજા બોલ પર સૂર્યાએ સ્વીપ શોટ રમ્યો હતો. બોલ ધોનીના ગ્લોવ્સમાં ગયો. અમ્પાયરે બોલ વાઈડ આપ્યો. ત્યારપછી વિકેટની પાછળ ઉભેલા CSKના કેપ્ટન ધોનીએ આઉટ થવાની અપીલ કરી હતી, પરંતુ અમ્પાયરે તેને નકારી કાઢી હતી. ત્યારબાદ ધોનીએ રિવ્યુ લીધો હતો. રિપ્લેમાં સ્પષ્ટપણે જાણવા મળ્યું હતું કે બોલ સૂર્યકુમારના ગ્લોવ્ઝમાં વાગ્યો અને ધોની પાસે ગયો.

ADVERTISEMENT

ધોનીની ચતુરાઈના ફેન્સ થયા કાયલ
આ રીતે થર્ડ અમ્પાયરે સૂર્યાને આઉટ આપ્યો અને ધોનીની ચતુરાઈ કામમાં આવી ગઈ. મહેન્દ્ર સિંહ ધોની શાનદાર કેપ્ટનશિપમાં માહેર છે, તેની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ કેપ્ટનોમાં થાય છે. તેની વિકેટકીપિંગ કુશળતા પણ અદભૂત છે. તે બોલિંગમાં શાનદાર ફેરફાર કરે છે અને તે ડીઆરએસ લેવામાં માહેર છે. રિવ્યુ લેવાની તેમની કળાને ઘણા ચાહકો ‘ધોની રિવ્યુ સિસ્ટમ’ પણ કહે છે. તેમની કેપ્ટનશીપમાં CSK ચાર વખત IPL ટ્રોફી જીતી ચુકી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT