CA Exam: લાખો વિદ્યાર્થીઓના સપનાં થશે સાકાર! CA ની પરીક્ષા માટે ઉમેદવારોના હિતમાં મોટો નિર્ણય

ADVERTISEMENT

CA ના ઉમેદવાર માટે મોટા સમાચાર
CA EXAM pattern
social share
google news

ICAI announces major change in CA exam pattern: ભારતની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાની એક પરીક્ષા એટલે CA. લાખો વિદ્યાર્થીઓ ડર વર્ષે આ પરીક્ષાને આપે છે. તો આ લાખો CA ઉમેદવારો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે CAની પરીક્ષા વર્ષમાં ત્રણ વખત લેવામાં આવશે. ઇન્ટીટ્યુટ ઓફ આર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ના સભ્ય ધીરજ ખંડેલવાલે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ માહિતી શેર કરી છે. CAI વર્ષમાં ત્રણ વખત CA ફાઉન્ડેશન અને ઇન્ટર પરીક્ષાઓનું આયોજન કરશે. નવી માર્ગદર્શિકા વિશે માહિતી આપતા ધીરજ ખંડેલવાલે એક ટ્વિટમાં લખ્યુ છે કે 'ICAI એ CA ફાઉન્ડેશન અને CA ઇન્ટર લેવલ માટે વર્ષમાં ત્રણ વખત CA  પરીક્ષાઓ શરૂ કરીને CA વિદ્યાર્થીઓની તરફેણમાં ફાયદાકારક ફેરફાર લાવવા માટે આવકાર્ય પગલું ભર્યું છે. આ અંગે ટૂંક સમય ઓફિશિયલ માહિતી જાહેર થઈ શકે છે. 

CA ના ઉમેદવાર માટે મોટા સમાચાર 

અત્યાર સુધી  CA ફાઉન્ડેશન અને CA ઇન્ટરમીડિયેટની પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવતી હતી. પરંતુ હવે ઉમેદવારોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે અને ઉમેદવારોને ત્રણ તક મળશે.  ધ ઇન્સિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ટૂંક સમયમાં તેની સત્તાવાર વેબસાઇટ પર આ સૂચના સંબંધિત વધુ માહિતી પ્રકાશિત કરી શકે છે. ધોરણ 12 પાસ કર્યા પછી ઉમેદવાર CA ફાઉન્ડેશનની પરીક્ષા આપી શકે છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT