MP: ‘રેપ પછી બાળકીને જીવતી છોડી દીધી, ઘણો દયાળુ હતો’- હાઈકોર્ટની ટિપ્પણી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભોપાલઃ મધ્યપ્રદેશમાં બળાત્કારના દોષિતને લઈને હાઈકોર્ટની ટિપ્પણી હવે ચર્ચામાં છે. કોર્ટે બાળકીને જીવતી છોડવાના નિર્ણયમાં બળાત્કારના દોષિતને ‘દયાળુ’ ગણાવ્યો છે. કોર્ટે આરોપીની આજીવન કેદની સજા પણ ઓછી કરી છે.

સજા પણ ઘટાડવામાં આવી
મધ્યપ્રદેશમાં હાઈકોર્ટે ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મના ગુનેગારને લઈને આવી ટિપ્પણી કરી છે, જે હવે ચર્ચામાં છે. હાઈકોર્ટની ઈન્દોર બેંચે બળાત્કારના દોષિતની આજીવન કેદની સજા ઘટાડીને 20 વર્ષ કરતા કહ્યું હતું કે તે બળાત્કાર બાદ છોકરીને જીવતી છોડી દેવા માટે “ઘણો દયાળુ” હતો.

ચુકાદામાં કોઈ ખામી નજરમાં આવી રહી નથી
હાઈકોર્ટના જસ્ટિસ સુબોધ અભ્યંકર અને જસ્ટિસ એસ.કે. સિંહે દોષિતની સજા ઘટાડતા તેમના ચુકાદામાં કહ્યું હતું કે, “આવા સંજોગોમાં, આ અદાલતે ટ્રાયલ કોર્ટમાં રજૂ કરાયેલા પુરાવા અને રાક્ષસી કૃત્ય પરના ચુકાદામાં કોઈ ખામી નજરમાં આવી રહી નથી.”

ADVERTISEMENT

આજીવન કેદની સજા ઘટાડી 20 વર્ષની કરી
ચુકાદામાં વધુમાં જણાવ્યું હતું કે દોષિતે ચાર વર્ષની બાળકી સાથે આ કૃત્ય કર્યું છે જે મહિલાની ગરિમા અને સન્માનની વિરુદ્ધ છે. ચુકાદામાં વધુમાં જણાવ્યું હતું કે, જો કે, ફરિયાદીએ બાળકીને બળાત્કારના કૃત્ય પછી જીવતી છોડી દીધી હતી તે હકીકતને ધ્યાનમાં લેતા, જે તેના માટે પૂરતી દયા હતી, તેથી કોર્ટનું માનવું છે કે તેની આજીવન કેદને 20 વર્ષની સખત કેદની સજામાં ફેરવવી જોઈએ. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ કારણોસર આ ફોજદારી અપીલને આંશિક રીતે મંજૂરી આપવામાં આવી છે અને અપીલકર્તાએ કાયદા મુજબ 20 વર્ષની મુદત પૂરી કરવી પડશે.

    follow whatsapp

    ADVERTISEMENT