MP Election Results 2023: મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહની સાથે-સાથે આ નેતાઓ પણ મુખ્યમંત્રી પદના દાવેદાર, બેઠકોનો રાઉન્ડ શરૂ
MP Election Results 2023: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ છે કે ભાજપને બહુમતી મળી રહી છે. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે મધ્યપ્રદેશમાં…
ADVERTISEMENT

MP Election Results 2023: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ છે કે ભાજપને બહુમતી મળી રહી છે. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે મધ્યપ્રદેશમાં ભાજપ સરકારનો ચહેરો કોણ હશે? શું મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની ખુરશી સુરક્ષિત રહેશે કે તેમની જગ્યાએ અન્ય કોઈને બેસાડવામાં આવશે? નરસિંહપુરમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ અને દિમનીમાં નરેન્દ્રસિંહ તોમર પણ આ સમયે આગળ ચાલી રહ્યા છે. તેમની જીત પણ નિશ્ચિત લાગી રહી છે. કૈલાશ વિજયવર્ગીય પણ ઈન્દોર-1 બેઠક પર આગળ નીકળી ગયા છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી પદ માટે તેમનું નામ પણ ચર્ચામાં છે.
બેઠકોનો દોર શરૂ
એક્ઝિટ પોલ બાદ જ બેઠકોનો તબક્કો શરૂ થયો હતો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ગ્વાલિયરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. રવિવારે પરિણામ આવ્યા બાદ પણ જ્યોતિરાદિત્ય સિંધિયા સક્રિય થઈ ગયા અને સીધા જ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા. ત્યાં તેની મુલાકાત શિવરાજ સિંહ ચૌહાણ સાથે થઈ. આ સાથે જ વરિષ્ઠ નેતાઓની બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે.
શિવરાજસિંહ પ્રબળ દાવેદાર
મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એકલા હાથે બેટિંગ કરી છે. તેમણે 160થી વધુ રેલીઓ કરી છે. આ રેલીઓ દ્વારા પાર્ટી પર દાવેદારીને લઈને દબાણ પણ બનાવતા જોવા મળી રહ્યા છે. જ્યારે પ્રચાર દરમિયાન તેઓ સ્ટેજ પરથી પૂછતા હતા કે મારે ફરીથી મુખ્યમંત્રી બનવું જોઈએ કે નહીં? તો તેની અસર એ ચોક્કસપણે થઈ કે અંતિમ સમયે પાર્ટીના મોટા નેતાઓએ તેમની યોજનાઓનો ઉલ્લેખ કરવાનું શરૂ કરી દીધું, પરંતુ ચહેરા પર હજુ સુધી લોકો મૌન જાળવી રહ્યા છે. 1 ડિસેમ્બરે ગ્વાલિયરમાં મુખ્યમંત્રી શિવરાજને પણ આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમે પાંચમી વખત મુખ્યમંત્રી બનશો? આ સમયે તેઓ ભારતીય જનતા પાર્ટી ઝિંદાબાદ કહેતા આગળ વધ્યા હતા. આનો સ્પષ્ટ અર્થ છે કે તેમના નામ અંગે હજુ પણ શંકા છે. આવી સ્થિતિમાં અન્ય દાવેદારોના નામની ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT
પ્રહલાદસિંહ પટેલ
કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. શિવરાજસિંહ બાદ રાજ્યમાં ભાજપના OBC વર્ગના સૌથી મોટા ચહેરાઓમાં પ્રહલાદ પટેલનું નામ સૌથી આગળ છે. મધ્ય પ્રદેશમાં ઓબીસીની વસ્તી 50 ટકાથી વધુ છે. જો ભાજપ પોતાનો ચહેરો બદલશે તો તેમની દાવેદારી મજબૂત થશે.
ફગ્ગન સિંહ કુલસ્તે
આ પછી ભાજપમાં સૌથી મોટા આદિવાસી નેતા ફગ્ગન સિંહ કુલસ્તેનું નામ પણ ચર્ચામાં છે. તેઓ મંડલા જિલ્લાની નિવાસ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જો પરિણામ કુલસ્તે અને ભાજપની તરફેણમાં આવશે તો પાર્ટી પ્રયોગ તરીકે આદિવાસી ચહેરાને તક આપી શકે છે.
ADVERTISEMENT
નરેન્દ્ર સિંહ તોમર
મુરૈના જિલ્લાની દિમની વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પણ મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ચૂંટણીના શરૂઆતના દિવસોમાં તેઓ ફ્રન્ટ ફૂટ પર બેટિંગ કરી રહ્યા હતા. ચૂંટણીની મોટી જવાબદારીઓ તેમના ખભા પર હતી. દીકરાના કથિત લેવડદેવડનો વીડિયો સામે આવ્યા બાદ તેઓ ચૂપ થઈ ગયા છે.
ADVERTISEMENT
વીડી શર્મા
આ સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માનું નામ પણ ચર્ચામાં છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ તેમના પર ખૂબ પ્રેમ વરસાવ્યો ત્યારે આ શક્યતાઓ વધુ મજબૂત બની. ચૂંટણી રેલી દરમિયાન પીએમ સ્ટેજ પરથી પીઠ થપથપાવતા જોવા મળ્યા હતા. તેમજ ઈન્દોરની રેલીમાં પીએમ મોદી સાથે રોડ શોમાં વીડી શર્મા એકલા જ હતા. પ્રદેશ પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ પણ પૂરો થયા બાદ તેમને બીજીવાર તક મળી.
કૈલાશ વિજયવર્ગીય
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની દાવેદારી પણ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કૈલાશ વિજયવર્ગીય એ સંકેત આપી રહ્યા છે કે તેઓ ધારાસભ્ય બનવા આવ્યા નથી. વિજયવર્ગીયએ પશ્ચિમ બંગાળમાં પાર્ટીને મજબૂત કરી છે. કેન્દ્રીય નેતૃત્વ સાથેની તેમની નિકટતા તેમને રાજ્યના વડા બનાવી શકે છે.
ADVERTISEMENT