MP Election: ‘હવે અમે મોટા નેતા થઈ ગયા, કોણ જઈને હાથ જોડે. મારું 1 ટકા પણ ચૂંટણી લડવાનું મન નથી’

ADVERTISEMENT

gujarattak
social share
google news

MP Election 2023: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સોમવારે રાત્રે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આ લિસ્ટમાં ઘણા એવા નામ છે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. આમાંથી એક નામ છે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજય વર્ગીયનું, ભાજપે તેમને ઈન્દોર-1થી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કૈલાશ વિજયવર્ગીયને પણ ઉમેદવાર બનાવાતા આશ્ચર્ય છે. ટિકિટ મળ્યા બાદ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, મને ચૂંટણી લડવાની એક ટકા પણ ઈચ્છા નહોતી.

મને ચૂંટણી લડવાની એક ટકા પણ ઈચ્છા નથી: વિજયવર્ગીય

કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું, ‘મને ટિકિટ ચોક્કસ મળી છે, પરંતુ હું ખુશ નથી. મને ચૂંટણી લડવાની એક ટકા પણ ઈચ્છા નથી. હવે આમે લોકો મોટા નેતા બની ગયા છીએ, હવે હાથ જોડવાની જરૂર નથી, ભાષણ આપો અને નીકળી જાઓ…, અમે ચૂંટણી માટે એવો પ્લાન બનાવ્યો હતો કે દરરોજ 8 સભાઓ કરવી છે. પાંચ હેલિકોપ્ટર દ્વારા અને ત્રણ કાર દ્વારા. આ રીતે આ સમગ્ર ચૂંટણી દરમિયાન દરરોજ 8 સભાઓ કરવી છે. તેની યોજના પણ બનાવવામાં આવી હતી. પરંતુ તમે જે વિચારો છો તે ક્યાં થાય છે, જે ભગવાનની ઇચ્છા હોય તે જ થાય છે.

ADVERTISEMENT

તમને જણાવી દઈએ કે, ભાજપના ઉમેદવારોની બીજી યાદીમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સહિત સાત સાંસદોના નામ પણ સામેલ છે. આમાં રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનું નામ પણ છે.

હું પાર્ટીની અપેક્ષાઓ પૂરી કરવાનો પ્રયાસ કરીશઃ વિજયવર્ગીય

મીડિયા સાથે વાત કરતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું છે કે ‘હું ચૂંટણી લડવા માંગતો નથી, પરંતુ મને ગઈકાલે એક દિવસ પહેલા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ તરફથી સૂચનાઓ મળી હતી. હું મૂંઝાઈ ગયો. મારા નામની અચાનક જાહેરાત થઈ ત્યારે મને આશ્ચર્ય થયું. જોકે, મારા માટે સૌભાગ્યની વાત છે, પાર્ટીએ મને ચૂંટણી લડવા મોકલ્યો છે. હું પાર્ટીનો સૈનિક છું. હું પાર્ટીની અપેક્ષાઓ પૂરી કરવાનો પ્રયાસ કરીશ.

ADVERTISEMENT

ટિકિટ મળ્યા બાદ કૈલાશ વિજયવર્ગીય પરિવાર સાથે મંગળવારે મહાકાલના દર્શન કરવા આવ્યા હતા. તેમણે પરિવાર સાથે બાબા મહાકાલના દર્શન કર્યા અને પૂજા અને જલાભિષેક કર્યો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT