MPના નવા મુખ્યમંત્રી મોહન યાદવે તોડી દાયકાઓ જૂની માન્યતા, મહાકાલ નગરી ઉજ્જૈનમાં વિતાવી રાત
Ujjain night rest: મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ આ દિવસોમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. શપથ લીધા બાદ સૌપ્રથમ જાહેરમાં માંસના વેચાણ પર…
ADVERTISEMENT
Ujjain night rest: મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ આ દિવસોમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. શપથ લીધા બાદ સૌપ્રથમ જાહેરમાં માંસના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો અને ત્યારબાદ લાઉડસ્પીકરનો અવાજ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બે નિર્ણયો બાદ તેઓ સતત એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. આ વચ્ચે તેઓ બાબા મહાકાલની નગરી ઉજ્જૈન ખાતે તેમના વતન પહોંચ્યા હતા. જ્યાં ઉજ્જૈનની જનતાએ તેમનું દિલથી સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રીએ ઉજ્જૈનમાં વિતાવી રાત
ત્યારબાદ મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે ગીતા કોલોની આવેલા પોતાના મકાનમાં રાત વિતાવીને એક દાયકાઓ જૂની માન્યતાને તોડી નાખી. વાસ્તવમાં પ્રાચીન સમયથી મહાકાલ નગરી ઉજ્જૈનને લઈને એવી માન્યતા છે કે જો કોઈ રાજા, સીએમ, વડાપ્રધાન કે જનપ્રતિનિધિ ઉજ્જૈન શહેરની હદમાં રાત વિતાવવાની હિંમત કરે તો તેને આ ગુનાની સજા ભોગવવી પડે છે. એવું કહેવાય છે કે મહાકાલ નગરીમાં રાજા, સીએમ, વડાપ્રધાન કે જનપ્રતિનિધિ રાત વિતાવે છે તો તેમને સત્તા ગુમાવવી પડે છે, કારણ કે ઉજ્જૈનના રાજા માત્ર બાબા મહાકાલ જ છે.
હું તો બાબા મહાકાલનો દીકરો છુંઃ મોહન યાદવ
આ માન્યતા વિશે મુખ્યમંત્રી ડૉ મોહન યાદવે કહ્યું હતું કે, હું કોઈ રાજા નથી, હું તો બાબા મહાકાલનો જ દીકરો છું અને બાબા મહાકાલના મુખ્ય સેવક તરીકે જ કામ કરી રહ્યો છું. ઉજ્જૈનમાં મારી ઉપસ્થિતિ મુખ્યમંત્રી તરીકે નહીં પરંતુ બાબા મહાકાલના સેવક તરીકે જ છે. તેમણે છત્રીચોકમાં સામાન્ય સભા દરમિયાન જણાવ્યું હતું કે, હું બાબા મહાકાલનો સેવક બનીને અહીં રાત્રિ વિશ્રામ કરીશ અને આવી જે માન્યતા છે તેને હું તોડી નાખીશ. મને મારા પિતા બાબા મહાકાલ પર પૂરો વિશ્વાસ છે કે તેઓ તેમના દીકરાનું જરાય ખોટું નહીં કરે.
ADVERTISEMENT
2 વખત સાચી સાબિત થઈ ચૂકી છે આ વાત
ધાર્મિક નગરી ઉજ્જૈનના રાજા માત્ર બાબા મહાકાલ છે.તેમના સિવાય આ શહેરમાં કોઈ હોદ્દો ધરાવનાર કોઈ ત્યાં રાત વિતાવતું નથી. એવું કહેવાય છે કે જો કોઈ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી અથવા દિગ્ગજ નેતા ઉજ્જૈનમાં એક રાત રોકાય છે, તો તેઓ સત્તામાંથી બહાર થઈ જાય છે. આ પહેલા બે વખત આ વાત સાચી પણ સાબિત થઈ ચૂકી છે. દેશના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઈ જ્યારે મહાકાલેશ્વર મંદિરના દર્શન કર્યા બાદ ઉજ્જૈનમાં એક રાત રોકાયા હતા, ત્યારે બીજા જ દિવસે મોરારજી દેસાઈની સરકાર પડી ભાંગી હતી. ઉજ્જૈનમાં રાત્રિ રોકાણ કર્યા બાદ કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાએ 20 દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું.
ADVERTISEMENT