Mozambique: 130 લોકોને લઈને જતી બોટ ડૂબી, દુર્ઘટનામાં 90થી વધુ લોકોના મોત

ADVERTISEMENT

Mozambique Boat Sank
મોઝામ્બિકના દરિયાકાંઠે મોટી દુર્ઘટના
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

મોઝામ્બિકમાં મોટી દુર્ઘટના સર્જાઈ

point

બોટ ડૂબી જતા 90થી વધારે લોકોના મોત

point

ક્ષમતા કરતા વધારે લોકો હતા સવાર

Mozambique Boat Sank :  દક્ષિણ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં ઉત્તરીય તટ નજીક એક બોટ ડૂબી જતા 90થી વધારે લોકોના મોત થયા છે. રિપોર્ટ્સ અનુસાર, આ બોટ 130 લોકોને લઈને નામપુલા પ્રોવિંસના એક ટાપુ તરફ જઈ રહી હતી. પરંતુ વચ્ચે જ આ દુર્ઘટના સર્જાઈ. કહેવામાં આવી રહ્યું છે કે આ બોટ પહેલા ફિશિંગ વેસલ હતી. 

મુસાફરી માટે અનફીટ હતી બોટ

અધિકારીઓએ જણાવ્યું કે, બોટ એટલા માટે ડૂબી કારણ કે તેમાં ક્ષમતા કરતા વધારે લોકો સવાર હતા. આ સિવાય બોટ પેસેન્જર ટ્રાન્સપોર્ટ એટેલે કે યાત્રીઓને લઈ જવા-લાવવા માટે અનફીટ હતી. મૃતકોમાં ઘણા બાળકો પણ સામેલ છે. હજુ પણ લોકોને શોધવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ દરિયાની સ્થિતિ આ કામમાં મુશ્કેલી ઉભી કરી રહી છે.

કોલેરાના કારણે સ્થળાંતર કરી રહ્યા છે લોકો 

તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં કોલેરાની બીમારીનો પણ હાથ રહ્યો. રિપોર્ટ્સ અનુસાર, કોલોરાના પ્રકોપ સામે ઝઝૂમી રહેલા મોઝામ્બિકમાં ઓક્ટોબર 2023થી અત્યાર સુધીમાં લગભગ 15,000 કેસ નોંધાયા છે અને 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કારણે લોકો મોઝામ્બિકમાંથી સ્થળાંતર કરી રહ્યા છે. આ સિવાય પડોશી કાબો ડેલગાડોમાં જેહાદી હુમલાથી બચવા ભાગી જનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT