Vivek Bindra FIR News: મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા સામે FIR, પત્ની સાથે મારપીટનો વીડિયો વાયરલ
Motivational Speaker Vivek Bindra: જાણીતા મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા વિવાદોમાં ફસતા જોવા મળી રહ્યા છે. તેમની સામે પત્ની સાથે મારપીટની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.…
ADVERTISEMENT
Motivational Speaker Vivek Bindra: જાણીતા મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા વિવાદોમાં ફસતા જોવા મળી રહ્યા છે. તેમની સામે પત્ની સાથે મારપીટની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 6 ડિસેમ્બરે જ તેમના લગ્ન થયા છે અને 14 ડિસેમ્બરે વિવેક બિન્દ્રાના સાળા વૈભવ ક્વાત્રાએ નોઈડા પોલીસ સ્ટેશનમાં મારપીટનો કેસ નોંધાવ્યો છે. આ ફરિયાદ નોઈડા પોલીસ સ્ટેશન સેક્ટર 126 વિસ્તારમાં નોંધાવવામાં આવી છે. વિવેક બિન્દ્રા પર મારપીટનો કેસ નોંધાયા બાદથી જ આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.
વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ
વિવેક બિન્દ્રા અને તેમની પત્નીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ તેમની પત્ની યાનિકા સાથએ જબરદસ્તી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ, એક મહિલાને ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિવેક બિન્દ્રા અને તેમની પત્ની જ છે. જોકે, આ વીડિયોની પુષ્ટિ થઈ નથી.
જુઓ વીડિયો
मोटिवेशनल स्पीकर #विवेकबिंद्रा के खिलाफ केस दर्ज बिंद्रा के खिलाफ पत्नी से मारपीट करने का मुकदमा दर्ज 6 दिसंबर, 2023 को उन्होंने यानिका से शादी की. #vivekbindra #NoidaPolice pic.twitter.com/WzBBSvgYmT
— chandan jha (@chandan_jha_11) December 23, 2023
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે આવા રિએક્શન
વીડિયો વાયરલ થયા બાદ એક યુઝરે લખ્યું કે, બીજાને મોટિવેશનલ સ્પીચ આપનાર વિવેક બિન્દ્રાએ તેમની પત્નીને એટલો માર માર્યો કે તેમના કાનનો પડદો ફાટી ગયો.
मोटिवेशनल स्पीकर विवेक बिंद्रा ने पत्नी को बुरी तरह से पीटा, कान का पर्दा फट गया; 6 दिसंबर को हुई थी शादी; भाई बोला-यानिका के पूरे शरीर पर घाव हैं
8 दिसंबर को अस्पताल में भर्ती कराया गया, कान से सुनाई नहीं पड़ रहा था। कई दिनों तक यानिका का अस्पताल में इलाज चला। मारपीट के बाद से… pic.twitter.com/E7yDOqRy5N
— Neha Singh Rathore || नेहा सिंह राठौड़ (@imrowdy_rathore) December 22, 2023
ADVERTISEMENT
અન્ય એક યુઝરે લખ્યું કે દુનિયાને મોટિવેશનનો પાઠ ભણાવનાર ખુદ પોતાની પત્નીની સાથે 10 દિવસ સુધી સારી રીતે ન રહી શક્યો.એક યુઝરે લખ્યું કે આટલી સંપત્તિ હોવા છતાં પણ જો તમે પોતાના ઘરમાં શાંતિ નથી લાવી શકતા તો લોકોને જ્ઞાન આપવાનો શું ફાયદો..
ADVERTISEMENT
फेमस मोटिवेशनल स्पीकर और बिजनेसमैन विवेक बिंद्रा के खिलाफ नोएडा पुलिस ने केस दर्ज किया है। विवेक बिंद्रा पर पत्नी को मारने पीटने का आरोप है। @noidapolice #Noida #vivekbindra pic.twitter.com/udWSdbtlTw
— bobby singh chauhan (@Bobbysingh1239_) December 23, 2023
ADVERTISEMENT