લોકોના મેમો ફાડનારા પોલીસકર્મી હેલ્મેટ વગર જતા હતા, મા-દીકરીએ 1 કિમી પીછો કરીને ઉધડો લીધો
નવી દિલ્હી: તમે પોલીસના મેમોથી બચવા માટે ઘરેથી વાહન લઈને નીકળતા પહેલા લાઈસન્સ ન ભૂલી જાઓ, હેલમેટ પહેરો, PUC એક્સપાયર ન થઈ જાય તેવી બાબતોનું…
ADVERTISEMENT
નવી દિલ્હી: તમે પોલીસના મેમોથી બચવા માટે ઘરેથી વાહન લઈને નીકળતા પહેલા લાઈસન્સ ન ભૂલી જાઓ, હેલમેટ પહેરો, PUC એક્સપાયર ન થઈ જાય તેવી બાબતોનું ધ્યાન રાખો છો. જો આમાંથી એકપણ બાબતમાં ચૂક થઈ જાય તો પોલીસ તમને મોટો મેમો પકડાવી દે છે. બીજી બાજુના લોકો ફરિયાદ કરે છે કે પોલીસકર્મીઓ પોતે જ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે. તો તેમના પર કોઈ કાર્યવાહી કેમ નથી કરાતી?
હવે આવી જ એક ઘટના સોમવારે રાત્રે બની છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં બે પોલીસકર્મીઓ બાઈક પર હેલ્મેટ પહેર્યા વગર જતા દેખાય છે. જ્યારે પાછળથી મા-દીકરી સ્કૂટી પર જાત છે અને તે પોલીસકર્મીઓનો વીડિયો બનાવી રહી છે. તે સતત ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા વિશે પ્રશ્નો પૂછી રહ્યા છીએ.
હેલ્મેટ વગર જતા પોલીસનો બનાવ્યો વીડિયો
આ મા-દીકરીએ પોલીસ પૂછી લીધું કે ટ્રાફિકના નિયમોનું પાલન માત્ર સામાન્ય લોકોએ જ કરવાનું? હેલમેટ પહેર્યા વગર શરમ નથી આવી રહી? બંને જોર જોરથી બુમો પાડી રહી છે, ક્યાં છે તમારું હેલ્મેટ? હવે શરમ નથી આવી રહી?’
ADVERTISEMENT
#गाजियाबाद बिना हेलमेट पहने पुलिसकर्मी का वीडियो वायरल
वीडियो में दो पुलिसकर्मी बिना हेलमेट के बाइक चला रहे, " वो भैया हेलमेट कहाँ है… बाइक सवार पुलिस कर्मी भागते नज़र आये.. pic.twitter.com/5nWE74vB6q— अर्जुन गुप्ता (@arjun9450517000) April 18, 2023
આ દરમિયાન પોલીસકર્મીઓએ સાયરન વગાડવાનું શરૂ કરી દીધું. તેમણે માં-દીકરીને કોઈ જવાબ આપ્યો નહીં. વિડિઓ પછી ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે બંનેએ પોલીસકર્મીઓનો એક કિલોમીટર સુધી પીછો કર્યો.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસની તરફથી એક્શન લેવામાં આવી છે. બંનેને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મેમોની તસવીર પણ સામે આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT