આજથી 12% મોંઘી થઈ દવાઓ, એન્ટી-બાયોટિક્સથી લઈને પેઈન કિલર સુધી, જાણો હવે કેટલા રૂપિયામાં મળશે?
Medicine Price Hikes Check Rate List: દેશમાં આજથી એક અપ્રિલથી દારૂ મોંઘો અને ગેસ સિલિન્ડ સસ્તા થયા છે. તો લોકોને દવાઓને લઈને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે આજથી 500થી વધુ દવાઓ મોંઘી થઈ ગઈ છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
લોકોને દવાઓને લઈને મોટો ઝટકો લાગ્યો
આજથી 500થી વધુ દવાઓ મોંઘી થઈ ગઈ
Medicine Price Hikes Check Rate List: દેશમાં આજથી એક અપ્રિલથી દારૂ મોંઘો અને ગેસ સિલિન્ડ સસ્તા થયા છે. તો લોકોને દવાઓને લઈને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે આજથી 500થી વધુ દવાઓ મોંઘી થઈ ગઈ છે. દવાઓના ભાવમાં લગભગ 12 ટકાનો વધારો થયો છે. આવી સ્થિતિમાં હવે લોકોને એન્ટી-બાયોટિકથી લઈને પેઈનકિલર સુધીની દવા ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે.
સરકારે ભાવ વધારાને આપી મંજૂરી
કેન્સર, હૃદયરોગ, એનિમિયા, મેલેરિયા, એન્ટી-સેપ્ટિક સહિતની તમામ દવાઓ આજથી નવા દરે ઉપલબ્ધ થશે. વાસ્તવમાં, સરકારે ફાર્માસ્યુટિકલ કંપનીઓને એનુઅલ હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI) અનુસાર દવાઓના દરોને વધારવાની મંજૂરી આપી છે. જોકે, નિયમ અનુસાર દવા કંપની એક વર્ષમાં 10 ટકા જ ભાવ વધારો કરી શકે છે, પરંતુ આ વખતે 2 ટકા વધારે એટલે કે 12 ટકાનો વધારો કરાયો છે.
આખરે દવાઓના ભાવ આટલા કેમ વધ્યા?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ફાર્મા સેક્ટર સાથે સંબંધિત પ્રોડક્ટ્સ 15થી 100 ટકા મોંઘી થઈ ગઈ છે. આ પ્રોડક્ટમાં પેરાસીટામોલ, ગ્લિસરીન, પ્રોપલીન ગ્લાયકોલ, સીરપ, સોલવન્ટ વગેરેનો સમાવેશ થાય છે. પેનિસિલિન પણ મોંઘી થઈ ગઈ. આ કારણે ભારતીય દવા ઉત્પાદકોએ સરકાર પાસે દવાના ફોર્મ્યુલેશનના ભાવમાં લગભગ 10 ટકાનો વધારો કરવાની મંજૂરી માંગી હતી. તેઓ અન્ય દવાઓના ભાવમાં પણ 20 ટકાનો વધારો કરવા માંગતા હતા, પરંતુ સરકારે તેમને 12 ટકા ભાવ વધારવાની મંજૂરી આપી. વર્ષ 2023માં ફાર્માસ્યુટિકલ કંપનીઓએ દરોમાં 11 ટકાનો વધારો કર્યો હતો.
ADVERTISEMENT
આજથી મોંઘી થઈ ગઈ આ દવાઓ
વિટામીન ટેબ્લેટ્સ, સ્ટેરોઈડ્સ, પેઈન કિલર, ટીબી, કેન્સર, મેલેરિયા, એચઆઈવી એઈડ્સ, એન્ટી બાયોટીક્સ, એન્ટી ડોટ્સ, એનિમિયા, પાર્કિન્સન, ડિમેન્શિયા દવાઓ, એન્ટી ફંગલ દવાઓ, હ્રદયરોગની દવાઓ, ત્વચા રોગ સંબંધિત દવાઓ, પ્લાઝમા, એન્ટી-વાયરલ દવાઓ, એન્ટિસેપ્ટિક્સ અને જંતુનાશક દવાઓ.
ADVERTISEMENT