મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘુસવા જતા 150થી વધુ ગુજરાતીઓ પકડાયા, હવે પોલીસ શું કરશે?
US-Mexico boarder Migrant caught: મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘુસણખોરી કરવા જતા 150થી વધારે ગુજરાતીઓ ઝડપાઈ ગયા હોવાની વિગતો સામે આવી છે.
ADVERTISEMENT
US-Mexico boarder Migrant caught: વિદેશ જવાની ઘેલછા યુવાનોમાં વધી રહી છે. તેમાં પણ અમેરિકા જવાના ક્રેઝમાં લોકોએ પરિવાર ગુમાવ્યો હોય અથવા માતા-પિતાએ વ્હાલસોયાને ગુમાવ્યો હોય તેવા ઘણા કિસ્સા આવી ચૂક્યા છે છતાં અમેરિકાનો મોહ યુવાનોમાં ઓછો થતો નથી. આ વચ્ચે મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘુસણખોરી કરવા જતા 150થી વધારે ગુજરાતીઓ ઝડપાઈ ગયા હોવાની વિગતો સામે આવી છે.
મહિના પહેલા ઉ.ગુજરાથી યુવાનો નીકળ્યા હતા
મીડિયા રિપોર્ટ્સ મુજબ, 1 મહિના અગાઉ ઉત્તર ગુજરાતમાંથી 150થી વધુ યુવાનો અમેરિકા જવા માટે નીકળ્યા હતા. તેઓ પહેલા યુરોપ અને અહીંથી ચાર્ટર્ડ પ્લેનમાં લેટિન અમેરિકાના કોઈ દેશમાં ઉતર્યા હતા. અહીંથી ચાલતા મેક્સિકો સુધી પહોંચ્યા હતા. અહીંથી અઠવાડિયા પહેલા મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘુસણખોરી કરતા દરમિયાન તેઓ ઝડપાઈ ગયા હતા. ખાસ છે કે યુરોપથી જતા લોકોએ મેક્સિકોના ઓનઅરાઈવલ વિઝા કે પરમિશન લીધી નહોતી. તેઓ ચાલતા ચાલતા જ મેક્સિકોમાં ઘુસી ગયા હતા.
એજન્ટના ખોટા સિક્કા મારતા તમામ ડિપોર્ટ થશે
અહીંથી એજન્ટે તેમના પાસપોર્ટ પર મેક્સિકોના ડુપ્લિકેટ સ્ટીકર મારીને મેક્સિકો બોર્ડરથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી દીધી હતી. સામાન્ય રીતે અમેરિકામાં ઘુસતા કોઈ વ્યક્તિ પકડાય તો તેઓ ભારતમાં કોઈ ખતરો હોવાનું બહાનું ધરતા તેમને અમેરિકાના કાયદા મુજબ અસાયલમ મળી જતો હોય છે. પરંતુ આ યુવાનોના પાસપોર્ટ પર ખોટા સિક્કા હોવાનું સામે આવ્યું હતું આથી તેમને અસાયલમ મળવાનું કારણ ફગાવી દેવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
પકડાયેલા લોકોમાં 150 જેટલા ગુજરાતી
ઝડપાયેલા તમામ લોકોને હાલમાં તો અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. પકડાયેલા લોકોમાં ભારતીયો ઉપરાંત અન્ય દેશના લોકો પણ છે. જોકે ડોક્યુમેન્ટમાં ચેડા કર્યા હોવાના કારણે હવે આ તમામ લોકોને પોતપોતાના દેશમાં ડિપોર્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તેવામાં ગુજરાતના પણ 150 જેટલા યુવાનોને ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT