Earthquake: ભૂકંપથી ધણધણી ઉઠ્યું નેપાળ: 128થી વધુના મોત… અનેક ઈમારતો ધરાશાયી, સતત વધી રહ્યો છે મૃત્યુઆંક

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભારતનો પાડોશી દેશ નેપાળ ફરી એકવાર ભૂકંપની ઝપેટમાં આવી ગયો છે. શુક્રવારે મોડી રાત્રે આવેલા 6.4ની તીવ્રતાના ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. જેના કાટમાળમાં દટાઈ જવાના કારણએ 129 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. કાટમાળ નીચે દબાઈ જવાને કારણે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ક્યાં કેટલા થયા મૃત્યુ?

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ભૂકંપના કારણે સૌથી વધુ લોકોના મોત રૂકુમ પશ્ચિમ અને જાજરકોટમાં થયા છે.મૃતકોની માહિતી રૂકુમ પશ્ચિમના ડીએસપી નામરાજ ભટ્ટરાઈ અને જાજરકોટના ડીએસપી સંતોષ રોક્કાએ આપી છે.નેપાળમાં આવેલા ભૂકંપમાં મૃતકોની સંખ્યા 129 પર પહોંચી ગઈ છે. વડાપ્રધાનના ખાનગી સચિવાલયના જણાવ્યા અનુસાર, જાજરકોટ ભૂકંપના કારણે 92 લોકોના મોત થયા છે અને 55 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

રકુમમાં 36 અને જાજરકોટમાં 92 લોકોના મોત

નેપાળમાં આવેલા ભૂકંપમાં કુલ મૃત્યુઆંક 129 પર પહોંચી ગયો છે. રુકુમ પશ્ચિમમાં ઓછામાં ઓછા 36 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. રુકુમ પશ્ચિમના મુખ્ય જિલ્લા અધિકારી હરિ પ્રસાદ પંતે મીડિયા સાથે આ માહિતી શેર કરી છે. તો બીજી બાજુ જાજરકોટમાં ઓછામાં ઓછા 92 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘણા લોકો ઈજાગ્રસ્ત છે અને કેટલાક ગંભીર રીતે ઘાયલોને વધુ સારવાર માટે સુરખેત મોકલવામાં આવ્યા છે.

ADVERTISEMENT

દિલ્હી-NCRમાં મચી અફરાતફરી

નેપાળમાં તબાહી મચાવનાર ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની અસર દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી હતી. બિહારના પટના અને મધ્યપ્રદેશના ભોપાલ સુધી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆરમાં લોકો ઘરની બહાર આવી ગયા હતા અને બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોમાં અફરા-તફરી સર્જાઈ હતી.

નેપાળના જાજરકોટ જિલ્લામાં હતું કેન્દ્ર

નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ માપન કેન્દ્ર (National Earthquake Measurement Center) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળના જાજરકોટ જિલ્લાના લામિડાંડા વિસ્તારમાં હતું. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’એ ભૂકંપના કારણે થયેલા લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે બચાવ અને રાહત માટે 3 સુરક્ષા એજન્સીઓને તૈનાત કરી છે. આ ભૂકંપની અસર યુપીના લખનઉમાં પણ જોવા મળી હતી, જ્યાં આંચકા અનુભવ્યા બાદ લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.

ADVERTISEMENT

નેપાળમાં વધી રહ્યા છે ભૂકંપના આંચકા

નેપાળમાં છેલ્લા કેટલાક મહિનામાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. ગયા મહિને 22 ઓક્ટોબરે આવેલા ભૂકંપનું કેન્દ્ર પણ નેપાળ જ હતું. નેપાળમાં ભૂકંપના 4 આંચકાના અનુભવાયા હતા. સવારે 7.39 મિનિટે ભૂકંપનો પહેલો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. આ પછી 8.08 મિનિટે 4.2ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનો ત્રીજો આંચકો સવારે 8.28 કલાકે અનુભવાયો હતો અને તેની તીવ્રતા 4.3 હતી. આ પછી 8:59 મિનિટે ચોથી વખત ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ADVERTISEMENT

શા માટે આવે છે ભૂકંપ?
ધરતીની ઉપરી સપાટી સાત ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. જ્યાં પણ આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યાં ભૂકંપનો ખતરો ઉભો થઈ જાય છે. જ્યારે આ પ્લેટો એકબીજાના ક્ષેત્રમાં ઘુસવાનો પ્રયાસ કરે છે, ત્યારે પ્લેટ્સ એક બીજા સાથે ઘસાય છે, તેનાથી અપાર ઉર્જા નીકળે છે અને તે ઘર્ષણ અથવા ફ્રિક્શનથી ઉપરની ધરતી ધ્રુજવા લાગે છે, કેટલીકવાર ધરતી ફાટી પણ જાય છે. ક્યારેક અઠવાડિયા સુધી તો ક્યારેક કેટલાક મહિનાઓ સુધી આ ઉર્જા સમયાંતરે બહાર નીકળે છે અને ધરતીકંપ આવતા રહે છે, તેને આફ્ટરશોક્સ કહેવામાં આવે છે.

    follow whatsapp

    ADVERTISEMENT