MOTN: બેરોજગારી કે મોંઘવારી? જાણો મોદી સરકારમાં કઈ છે દેશની સૌથી મોટી સમસ્યા
લોકસભાની ચૂંટણીને આડે હવે થોડા મહિનાઓ બાકી દેશની મુખ્ય સમસ્યાઓ અંગે લોકોનો અભિપ્રાય સૌથી મોટી સમસ્યા બેરોજગારી Mood of the Nation: આ વર્ષે યોજાનારી લોકસભાની…
ADVERTISEMENT
- લોકસભાની ચૂંટણીને આડે હવે થોડા મહિનાઓ બાકી
- દેશની મુખ્ય સમસ્યાઓ અંગે લોકોનો અભિપ્રાય
- સૌથી મોટી સમસ્યા બેરોજગારી
Mood of the Nation: આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને આડે હવે થોડો સમય બાકી છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. દરમિયાન ઈન્ડિયા ટુડે ગ્રુપે આગામી ચૂંટણીને લઈને જનતાનો મૂડ જાણવા માટે એક સર્વે કર્યો છે. 15 ડિસેમ્બર, 2023 થી 28 જાન્યુઆરી, 2024 સુધી 543 લોકસભા બેઠકોની મુલાકાત લઈને 1,49,092 લોકો વચ્ચે કરવામાં આવેલા આ સર્વેમાં ફરી એકવાર ભગવા લહેરાશે.
આ સર્વેમાં લોકોએ વર્તમાન મોદી સરકારના શાસનમાં દેશની મુખ્ય સમસ્યાઓ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. લોકોએ સ્વીકાર્યું કે વર્તમાન મોદી સરકારમાં દેશમાં બેરોજગારી, મોંઘવારી, ગરીબી, ખેડૂતોની સમસ્યાઓ અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ છે.
દેશની મુખ્ય સમસ્યાઓ અંગે લોકોનો અભિપ્રાય
મૂડ ઓફ નેશનમાં 25.9 ટકા લોકોએ બેરોજગારી, 19.3 ટકા લોકોએ મોંઘવારી, 7.4 ટકા લોકોએ ગરીબી, 5.2 ટકા લોકોએ ખેડૂતોની સમસ્યા અને 4.8 ટકા લોકોએ ભ્રષ્ટાચારને મોદી સરકારમાં મોટી સમસ્યા ગણાવી હતી.
ADVERTISEMENT
- બેરોજગારી:- 25.9
- મોંઘવારી:- 19.3
- ગરીબી:- 7.4
- ખેડૂતો:- 5.2
- ભ્રષ્ટાચાર:- 4.8
આ સર્વે શું કહે છે?
ઈન્ડિયા ટુડેએ સી વોટર સાથે મળીને મૂડ ઓફ ધ નેશન સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેમાં તમામ 543 બેઠકોને આવરી લેવામાં આવી હતી અને નમૂનાનું કદ 1,49,092 હતું. આ સર્વે 543 લોકસભા સીટો પર કરવામાં આવ્યો હતો. દોઢ મહિના સુધી ચાલેલા આ સર્વેમાં લગભગ 1.5 લાખ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. 35 હજાર લોકો સાથે સીધી વાત કરવામાં આવી હતી. આ સર્વે બાદ અમે એવા તારણ પર આવ્યા છીએ કે જો આજે ચૂંટણી થાય તો કોને કેટલી સીટો મળશે? શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને ત્રીજી ટર્મ મળશે કે પછી વિપક્ષ કંઇક આશ્ચર્યજનક કરશે?
અત્યાર સુધીના પરિણામો ભાજપની હેટ્રિક તરફ ઈશારો કરે છે. 543માંથી NDAને 335 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે ઈન્ડિયા બ્લોકના ખાતામાં 166 સીટો જઈ શકે છે. અન્યને 42 બેઠકો મળી શકે છે. જેમાંથી ભાજપ એકલા હાથે 304 સીટો જીતી શકે છે. કોંગ્રેસને 71 અને અન્યને 168 બેઠકો મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT