MOTN: પીએમ મોદીનો અંદાજ પડશે ખોટો? સર્વેમાં થયા ચોંકાવનારા ખુલાસા
આગામી મહિનામાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે મૂડ ઓફ ધ નેશન સર્વેના પરિણામો ભાજપની હેટ્રિક તરફ ઈશારો Mood of The Nation Survey 2024:…
ADVERTISEMENT
- આગામી મહિનામાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે
- મૂડ ઓફ ધ નેશન સર્વેના પરિણામો
- ભાજપની હેટ્રિક તરફ ઈશારો
Mood of The Nation Survey 2024: આગામી મહિનામાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. આ પહેલા ઈન્ડિયા ટુડે અને સી વોટર એક સર્વે લાવ્યા છે, જેમાં દેશના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો કઈ પાર્ટીને કેટલી સીટો મળશે અને વોટની ટકાવારી કેટલી રહેશે. દેશની તમામ લોકસભા સીટોને મૂડ ઓફ ધ નેશન સર્વેમાં સામેલ કરવામાં આવી છે.
આ સર્વે 543 લોકસભા સીટો પર કરવામાં આવ્યો હતો. દોઢ મહિના સુધી ચાલેલા આ સર્વેમાં લગભગ 1.5 લાખ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. 35 હજાર લોકો સાથે સીધી વાત કરવામાં આવી હતી. આ સર્વે બાદ અમે એવા તારણ પર આવ્યા છીએ કે જો આજે ચૂંટણી થાય તો કોને કેટલી સીટો મળશે? શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને ત્રીજી ટર્મ મળશે કે પછી વિપક્ષ કંઇક આશ્ચર્યજનક કરશે?
કયા રાજ્યમાં કોને કેટલી બેઠકો મળી
ગુજરાતમાં કોને કેટલી સીટ મળશે?
ભાજપ- 26
કોંગ્રેસ- 0
અન્ય- 0
કુલ બેઠક- 26
ADVERTISEMENT
વોટ શેર
INDIA – 26.4
NDA – 62.1
અન્ય – 11.5
ગુજરાતમાં ભાજપને 26માંથી 26 બેઠકો પ્રાપ્ત થઈ રહી છે. જ્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસને એક પણ બેઠકો પ્રાપ્ત નથી થઈ રહી. એક વાર ફરી સર્વે મુજબ ભાજપ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં બાજી મારશે. બીજી બાજુ કોંગ્રેસ કઈ ખાસ કમાલ કરી શકે તેમ દેખાતી નથી. આમ આદમી પાર્ટિ પણ લોકસભામાં અસરકારક જોવા નથી મળી રહી.
ADVERTISEMENT
ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર બની ત્યાં શું સ્થિતિ?
તાજેતરમાં, ભાજપે હિન્દી બેલ્ટના ત્રણ મોટા રાજ્યો – મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર બનાવી છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપની મોટી જીત જોવા મળી રહી છે. આ ત્રણેય રાજ્યોમાં લોકસભાની 65 બેઠકો છે, જેમાંથી ભાજપને 62 બેઠકો મળવાની ધારણા છે. જ્યારે કોંગ્રેસને માત્ર ત્રણ બેઠકો મળવાની શક્યતા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT