MOTN: ફોરેન પોલિસીની કામગીરીમાં મોદી સરકાર પાસ કે ફેલ? સર્વેમાં લોકોએ જુઓ શું કહ્યું
Mood of the Nation: આગામી કેટલાક મહિનામાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ઈન્ડિયા ટુડે અને સી વોટર એક સર્વે લાવ્યા છે, જેમાં દેશના…
ADVERTISEMENT
Mood of the Nation: આગામી કેટલાક મહિનામાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ઈન્ડિયા ટુડે અને સી વોટર એક સર્વે લાવ્યા છે, જેમાં દેશના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો કઈ પાર્ટીને કેટલી સીટો મળશે અને વોટની ટકાવારી કેટલી રહેશે. દેશની તમામ લોકસભા સીટોને મૂડ ઓફ ધ નેશન સર્વેમાં સામેલ કરવામાં આવી હતી, જેની સેમ્પલ સાઈઝ 1,49,092 હતી. આ સર્વેસમાં મોદી સરકારની ફોરેન પોલિસીને લઈને લોકોને સવાલ પૂછવામાં આવ્યો હતો.
પ્રશ્ન: મોદી સરકારની ફોરેન પોલિસીની કામગીરીને તમે કેવી રીતે રેટ કરશો?
જવાબ: 46 ટકા- ખૂબ જ ઉત્તમ
24 ટકા – સારી
15 ટકા – નબળી
8 ટકા – ખૂબ ખરાબ
7 ટકા – કંઈ કહેવું નથી
પ્રશ્ન: શું ભારતે પાકિસ્તાન સાથે મંત્રણા શરૂ કરવી જોઈએ?
જવાબ: 55 ટકા – ના
26 ટકા – હા
19 ટકા – કંઈ કહેવું નથી
ADVERTISEMENT
પ્રશ્ન: ભારત સાથેના વર્તન બાદ શું તમે માલદીવની ટ્રિપનો બોયકોટ કરશો?
જવાબ: 63 ટકા – હા
18 ટકા – ના
19 ટકા – કંઈ કહેવું નથી
પ્રશ્ન: હરદીપસિંહ નિજ્જરની હત્યાના લગાવેલા કેનેડાના આરોપોનો ભારતે આપેલા જવાબને તમે કઈ રીતે જુઓ છો?
47% ભારતે આ આરોપોને સરખી રીતે હેન્ડલ કર્યા
10% ભારતે વધુ પડતી પ્રતિક્રિયા આપી
19% ભારતે વધુ કડક નિર્ણયો લેવા જોઈતા હતા
24% કંઈ કહેવું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT