કેરળમાં આખરે સત્તાવાર રીતે થયું ચોમાસાનું આગમન, વરસાદ શરૂ થતા હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
નવી દિલ્હી: કેરળ મોનસૂન અપડેટઃ 7 દિવસ મોડું ચોમાસું આખરે કેરળમાં આવી ગયું છે. જો કે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે…
ADVERTISEMENT
નવી દિલ્હી: કેરળ મોનસૂન અપડેટઃ 7 દિવસ મોડું ચોમાસું આખરે કેરળમાં આવી ગયું છે. જો કે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે ગંભીર ચક્રવાત બિપરજોયને કારણે શરૂઆતમાં તે હળવું રહેવાની શક્યતા છે. ચોમાસું 1 જૂને કેરળમાં આવવાનું હતું, પરંતુ આ વખતે 7 દિવસના વિલંબ બાદ 8મી જૂને રાજ્યમાં વરસાદની મોસમ શરૂ થઈ છે. ત્યારે હવે ચોમાસાની ગુજરાતમાં પહોંચવાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
IMD અનુસાર, ચક્રવાતી તોફાન બીપરજોયના કારણે આગામી 48 કલાક દરમિયાન મધ્ય અરબી સમુદ્ર, તમિલનાડુ, કર્ણાટક, દક્ષિણ પશ્ચિમ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી, ઉત્તરપૂર્વીય રાજ્યો અને કેરળના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ જાહેર કરી દીધું હતું.
કેરળમાં ચોમાસું 7 દિવસ મોડું પહોંચ્યું છે
જણાવી દઈએ કે કેરળમાં ચોમાસાના આગમનની તારીખ 1 જૂન હતી, ત્યારબાદ હવે 8 જૂને રાજ્યમાં ચોમાસાએ દસ્તક આપી છે. IMD અનુસાર, દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર નીચા દબાણવાળા ક્ષેત્રની રચના અને તેની તીવ્રતાને કારણે, ચક્રવાતી હવાઓ કેરળના કાંઠા તરફ ચોમાસાના આગમનને ગંભીર અસર કરી શકે છે. જો કે હવામાન વિભાગે કેરળમાં 8 જૂને ચોમાસું બેસવાની સંભાવના પહેલેથી જ વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
ચક્રવાતી તોફાન હવે વધુ તીવ્ર બનશે
બીજી તરફ ચક્રવાતી તોફાન બિપરજોય અંગે હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે તે વધુ તીવ્ર બનશે અને તોફાન આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર તરફ આગળ વધશે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ બુધવારે (07 જૂન) સવારે કહ્યું કે કેરળમાં બે દિવસમાં ચોમાસાની શરૂઆત માટે અનુકૂળ સ્થિતિ છે.
ગયા વર્ષે 29 મેના રોજ કેરળમાં ચોમાસું આવ્યું હતું
હવામાન વિભાગના ડેટા અનુસાર કેરળમાં છેલ્લા 150 વર્ષમાં ચોમાસાના આગમનની તારીખમાં વ્યાપક તફાવત છે. 1918માં ચોમાસું સૌપ્રથમવાર કેરળમાં 18 જૂને આવ્યું હતું. તો, 1972 માં, ચોમાસું સૌથી મોડું 18 જૂને પહોંચ્યું હતું. ગયા વર્ષે કેરળમાં 29 મેના રોજ ચોમાસું આવ્યું હતું. જ્યારે, 2021માં 3 જૂન, 2020માં 1 જૂન, 2019માં 8 જૂન અને 2018માં 29 મેંમાં આવ્યું હતું.
ADVERTISEMENT
ચોમાસાના મોડા આગમનથી વરસાદની અસર થતી નથી
હવામાન વિજ્ઞાનીઓનું કહેવું છે કે કેરળમાં ચોમાસાની વિલંબિત શરૂઆતનો અર્થ એ નથી કે દેશમાં વરસાદની મોસમમાં ઓછો વરસાદ પડશે. તે દેશના કુલ વરસાદને અસર કરતું નથી. ચોમાસા દરમિયાન 94-106 ટકા વરસાદ સામાન્ય માનવામાં આવે છે. જ્યારે વરસાદ 90 ટકાથી ઓછો હોય ત્યારે તેને નબળું ચોમાસું કહેવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT