Monsoon update 2024: ગુજરાતમાં કયારથી થશે ચોમાસાની શરૂઆત? હવામન વિભાગ 'ગાજતી' આગાહી

ADVERTISEMENT

monsoon update 2024
monsoon update 2024
social share
google news

Monsoon update 2024 Update: કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં અન્ય રાજ્યોમાં પહોંચી શકે છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસું સમયના બે દિવસ પહેલા એટલે કે 15 જૂન સુધીમાં ગુજરાતમાં એન્ટ્રી કરે તેવી સંભાવના છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 29 મેના રોજ કેરળ અને ઉત્તર-પૂર્વ વિસ્તારમાં પ્રવેશ્યું હતું. કેરળ અને ઉત્તર-પૂર્વમાં એક સાથે ચોમાસાની શરૂઆત ખૂબ જ રસપ્રદ છે. આ પહેલા પણ ચાર વખત આવું બન્યું છે. વર્ષ 2017, 1997, 1995 અને 1991માં ચોમાસું કેરળ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં એક સાથે પહોંચ્યું હતું.

ગુજરાતમાં ક્યારે થશે એન્ટ્રી?

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ અથવા તેના સામાન્ય સમય કરતાં એક કે બે દિવસ પહેલા પહોંચવાની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે આ સિઝનમાં રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની ધારણા છે. ગયા વર્ષે 20 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું આવ્યું હતું, પરંતુ આ વર્ષે 5 દિવસ પહેલા મેઘ મહેર થવાની આગાહી કરવામાં આવી છે. IMD ના હવામાનશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સમય કરતાં વહેલું કેરળમાં આવી ગયું છે. ગુજરાતમાં આ વખતે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

સમાધાન તો નહીં જ થાય! ગણેશ જાડેજા સામે દલિત સમાજ લાલઘુમ, કલેક્ટરને આવેદન

અલગ-અલગ રાજ્યમાં ક્યારે વરસાદ પડશે?

કેરળમાં ચોમાસાના આગમન સાથે, તે સામાન્ય રીતે 15 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. ચાલો જાણીએ હવામાન વિભાગની આગાહી મુજબ, કયા રાજ્યમાં ચોમાસું ક્યારે આવશે.
 

રાજ્ય તારીખ
આંદામાન નિકોબાર 22 મે
બંગાળની ખાડી 26 મે
કેરળ, તામિલનાડુ 1 જૂન
કર્ણાટક, આંધ્રપ્રદેશ અને આસામના કેટલાક ભાગો 5 જૂન
મહારાષ્ટ્ર, તેલંગાણા અને બંગાળ 10 જૂન
ગુજરાત અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહાર 15 જૂન
મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને ઉત્તર પ્રદેશના ભાગો અને ગુજરાતના જંગલ વિસ્તાર 20 જૂન
ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર 25 જૂન
રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ 30 જૂન
રાજસ્થાન 5 જુલાઇ

    follow whatsapp

    ADVERTISEMENT