INDvsAUS: મોહમ્મદ શમીએ બેટિંગમાં રેકોર્ડ બનાવ્યો, વિરાટ કોહલી, પુજારા પણ પાછળ છૂટ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નાગપુર: આમ તો ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી પોતાની બોલિંગના કારણે જાણીતો છે, પરંતુ હાલમાં તે પોતાના બેટિંગ રેકોર્ડના કારણે ચર્ચામાં આવ્યો છે. વર્ષ 2017થી અત્યાર સુધી શમીએ ભારતમાં રમાનારી ટેસ્ટ મેચોમાં શમીની એવરેજ 45થી વધારે રહી છે અને તેની સ્ટ્રાઈક રેટ પણ 89ની છે. શમીના નામે 61 ટેસ્ટની 85 ઈનિંગ્સમાં 2 ફિફ્ટી સાથે 722 રન છે. નાગપુર ટેસ્ટમાં પણ તેણે કાંગારુ બોલર્સની ધોલાઈ કરીને 47 બોલમાં 37 રન બનાવ્યા જેમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા. આ દરમિયાન શમીએ એક એવો રેકોર્ડ બનાવ્યો જેમાં બેટિંગમાં વિરાટ કોહલી પણ તેની પાછળ રહી ગયો.

વિરાટને શમીએ પાછળ છોડ્યો
મોહમ્મદ શમીએ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો, આ સાંભળીને ઘણા લોકોને આશ્ચર્ય થશે પરંતુ આ હકીકતમાં થયું છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 178 ઈનિંગ્સમાં અત્યાર સુધી માત્ર 24 છગ્ગા માર્યા છે. જ્યારે મોહમ્મદ શમીએ 61 મેચોની 85 ઈનિંગ્સમાં પોતાના 25 છગ્ગા પૂરા કરી લીધા છે અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. માત્ર આટલું જ નહીં શમી વિરાટ ઉપરાંત કેટલાક દિગ્ગજોથી પણ આગળ છે. તેનું આખું લિસ્ટ જોઈને તમે પણ ચોંકી જશો.

ટેસ્ટ ક્રિકેટના આ રેકોર્ડમાં શમીથી પાછળ રહેનારા ભારતીય બેટ્સમેન
1. વિરાટ કોહલી- છગ્ગા
2. રાહુલ દ્રવિડ – 21 છગ્ગા
3. કે.એલ રાહુલ- 17 છગ્ગા
4. ચેતેશ્વર પુજારા – 15 છગ્ગા
5. વી.વી.એસ લક્ષ્મણ – 5 છગ્ગા

ADVERTISEMENT

શમીએ ઓસ્ટ્રેલિયના સફળ બોલરના ટાર્ગેટ કર્યો
મોહમ્મદ શમીની ઈનિંગ્સની મદદથી ભારતનો સ્કોર પ્રથમ ઈનિંગ્સમાં 400 સુધી પહોંચ્યો. તેણે અક્ષર પટેલ સાથે મળીને 9મી વિકેટ માટે 52 રનોની પાર્ટનરશીપ કરી. આમાં તેના 37 રન હતા. તેણે ઓસ્ટ્રેલિયાના સૌથી 7 વિકેટ લેનારા સફળ બોલર ટોડ મર્ફી ઉપર એટેક કર્યો હતો. ઈનિંગ્સમાં શમીએ કે.એલ રાહુલ, પુજારા, કોહલી, સૂર્યા અને ભરતથી પણ વધુ રન બનાવ્યા.

    follow whatsapp

    ADVERTISEMENT