લોકશાહી માટે જોખમી છે મોદી સરકાર, 9 વર્ષમાં 9 રાજ્ય સરકારો તોડી પાડી: સુપ્રિયા સુલે
અમદાવાદ : NCP સાંસદ સુપ્રિયા સુલેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, પુડુચેરી અને મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરતા સુપ્રિયા સુલેએ કહ્યું કે…
ADVERTISEMENT
અમદાવાદ : NCP સાંસદ સુપ્રિયા સુલેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, પુડુચેરી અને મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરતા સુપ્રિયા સુલેએ કહ્યું કે આ સરકારના નવ વર્ષમાં નવ સરકારોને તોડી પાડી છે.
મહારાષ્ટ્રના બારામતીથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સાંસદ સુપ્રિયા સુલેએ મંગળવારે લોકસભામાં મણિપુરના મુદ્દા પર અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. તેમણે 2014ની લોકસભા ચૂંટણી પહેલા બીજેપીના નારાઓને યાદ કરાવ્યા અને સાથે જ મણિપુરમાં મહિલાઓ સાથેની ઘટનાને લઈને કેન્દ્ર સરકારને ઘેરી હતી. સુપ્રિયા સુલેએ મણિપુરમાં બનેલી ઘટના અંગે કહ્યું કે, આ તેમની અને અમારી વચ્ચેનો મામલો નથી. આ વાત છે સ્ત્રીઓના ગૌરવની. તેણે કહ્યું કે તે કોઈની બહેન છે, કોઈની દીકરી છે, કોઈની પત્ની છે. શું તમે કોઈનું ચિરહરણ કરશો અને સરકાર મૌન રહેશે? આના પર ટ્રેઝરી બેંચ વતી એક સભ્યએ રાજસ્થાનમાં મહિલાઓ સાથેની અપરાધિક ઘટનાઓને લઈને ટોકતા જવાબમાં સુપ્રિયા સુલેએ કહ્યું કે, રાજસ્થાન હોય કે મહારાષ્ટ્ર, તે દેશની દીકરી છે.
સુપ્રિયા સુલેએ કેન્દ્ર સરકારને નિષ્ફળ ગણાવી અને એમ પણ કહ્યું કે, તેઓ ભારત માટે બોલવા માટે ઉભા છે. તેમણે મહા વિકાસ અઘાડી (MVA) નું નામ લીધા વિના મહારાષ્ટ્રમાં સરકારને તોડી પાડવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. સુપ્રિયા સુલેએ કહ્યું કે, આ સરકારના નવ વર્ષમાં નવ સરકારોને તોડી પાડી ચુકી છે. તેમણે ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, પુંડુચેરી અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના નામ પણ ગણાવ્યા હતા. વંદે ભારત ટ્રેનના મુદ્દે પણ તેમણે સરકારને ઘેરી હતી.
ADVERTISEMENT
સુપ્રિયા સુલેએ કહ્યું કે, આ ટ્રેન ગરીબો માટે નથી. ગરીબો માટે ગરીબ રથ છે. યુપીએ સરકાર દરમિયાન અમારા વિસ્તારમાંથી ઘણી ટ્રેનો દોડતી હતી. આજે વંદેભારત ટ્રેન થોભતી પણ નથી ધમાકા સાથે નીકળી જાય છે. ટામેટાં અને ડુંગળીના ભાવની સાથે સાથે તેમણે મોંઘવારી મુદ્દે પણ સરકારને ઘેરી હતી. મોદી પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે મૌન સેવ્યું છે. તેમણે ગૃહમંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને નિષ્ફળ ગણાવ્યા હતા.
ADVERTISEMENT