Manipur Violence: ભાજપના મુખ્ય કાર્યાલયને ટોળાએ આગ લગાવી દીધી, મણિપુરમાં ફરી સ્થિતિ વણસી
Thoubal District News: ઉગ્ર ભીડે ગુરૂવારે થૌબલ જિલ્લામાં ભાજપ મંડલ કાર્યાલયમાં આગ લગાવી દીધી હતી. માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળ પર પહોંચેલા સુરક્ષા દળોએ…
ADVERTISEMENT
Thoubal District News: ઉગ્ર ભીડે ગુરૂવારે થૌબલ જિલ્લામાં ભાજપ મંડલ કાર્યાલયમાં આગ લગાવી દીધી હતી. માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળ પર પહોંચેલા સુરક્ષા દળોએ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ત્યા સુધી કાર્યાલયમાં મુકેલો સામાન સળગીને ખાખ થઇ ગયો હતો. આ ઘટનામાં કોઇ હતાહત નથી થયું. પોલીસે આગળનીત પાસ શરૂ કરી દીધી છે
મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી રહી છે
મણિપુરમાં એક વાર ફરીથી સ્થિતિ બગડી રહી છે. મૈતેઇ અને કુકી સમુદાય વચ્ચે ચાલી રહેલી હિંસા હજી પણ અટકી નથી રહી. એક તરફ પહાડી વિસ્તારમાં AFSPA 6 મહિના માટે વધારવામાં આવ્યું છે તો બીજી તરફ પ્રદર્શનકર્તાઓએ ભાજપ ઓફીસને આગ લગાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે ઉગ્ર ભીડે થૌબલ જિલ્લામાં ભાજપ મંડલ કાર્યાલયમાં આગ લગાવી દીધી હતી. માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળ પર પહોંચીને સુરક્ષાદળોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે ત્યાં સુધી કાર્યાલયમાં મુકેલો સામાન બળીને ખાખ થઇ ચુક્યો હતો. આ ઘટનામાં કોઇ વ્યક્તિને ઇજા નથી પહોંચી. પોલીસે આગળની તપાસ શરૂ કરી દીધી છે.
ભાજપ કાર્યાલય પર અગાઉ પણ તોડફોડ થઇ ચુકી છે
આ પહેલીવાર નથી જ્યારે જાતીય તણાવ વચ્ચે ભાજપ કાર્યાલય પર હુમલો થયો છે. આ અગાઉ જુનમાં થૌબલ જિલ્લામાં ત્રણ ભાજપ ઓફીસમાં ઉપદ્રવીઓએ તોડફોડ કરી હતી. આ દરમિયાન ટોળાએ કાર્યાલયના ગેટ, બારી અને પરિસરમાં રહેલી એક ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, 6 જુલાઇથી ગુમ બે વિદ્યાર્થીઓની હત્યાના વિરોધમાં બુધવારે સ્થાનિક લોકોએ પ્રદર્શન કર્યું. બીજી તરફ સ્થાનિક પ્રદર્શનકારીઓએ આરએએફ સુરક્ષા કર્મચારીઓ વચ્ચે મંગળવારે રાત્રે ઘર્ષણ થયું. ભીડ પર કાબુ મેળવવા માટે ટીયર ગેસના શેલ અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ઘટનામાં 45 લોકો ઘાયલ થઇ ચુક્યા છે જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે.
ADVERTISEMENT
બંન્ને વિદ્યાર્થીઓના મોતની તપાસ સીબીઆઇ પાસે
બંન્ને વિદ્યાર્થીઓની હત્યા મામલે તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. સીબીઆઇને સોંપી દેવામાં આવી છે. સીબીઆઇ નિર્દેશક અજય ભટનાગર પોતાની ટીમની સાથે બુધવારે ઇમ્ફાલ પહોંચી ગયા છે. આ મામલે મુખ્યમંત્રી બીરેનસિંહ સતત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સંપર્કમાં છે. સુરક્ષા કર્મચારીઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
મણિપુર સરકારે રાજ્યના પહાડી વિસ્તારમાં AFSPA નો મુદ્દત વધારી
બીજી તરફ મણિપુર સરકારે રાજ્યના પહાડી વિસ્તારમાં AFSPA ના સમયમાં એક ઓક્ટોબરથી છ મહિના માટે વધારી દેવામાં આવી છે. જો કે ખીણના 19 પોલીસ સ્ટેશનોને તેમાં સમાવેશ નથી કરવામાં આવ્યો છે. અધિકારીક માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, મણિપુરના 19 પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં ક્ષેત્રો સિવાયના સમગ્ર મણિપુરને અશાંત ક્ષેત્ર જાહેર કરવાની મંજુરી આપવામાં આવી છે. આ નિર્ણય હાલ એક ઓક્ટોબર 2023 થી છ મહિનાના સમય સુધી માટે પ્રભાવી રહેશે. જે પોલીસ સ્ટેશન વિસ્તારને અશાંત અધિનિયમ લાગુ નથી તેમાં રાજધાની ઇમ્ફાલ ઉપરાંત લામ્ફેલ, શહર, સિંગજામેઇ, સેકમઇ, લામસાંગ, પાસ્ટલ, વાંગોઇ, પોરોમ્પટ, હીનગાંગ, લામલાઇ, ઇરિબુંગ, લીમાખોંગ, થૌબલ, બિષ્ણુપુર, નામબોલ, મોઇરાંગ, કાકચિન અને જિરબમનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT