મેઘાલયના CM કોનરાડ સંગમાની ઓફિસ પર ટોળાનો હુમલો, 5 પોલીસ કર્મચારી ઘાયલ
Meghalaya Mob Attack: શીતકાલીન રાજધાનીની માંગ અંગે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે.સંગમાના કાર્યાલય પર એક ઉશ્કેરાયેલા ટોળા દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ હુમલામાં 5…
ADVERTISEMENT
Meghalaya Mob Attack: શીતકાલીન રાજધાનીની માંગ અંગે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે.સંગમાના કાર્યાલય પર એક ઉશ્કેરાયેલા ટોળા દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ હુમલામાં 5 લોકો ઘાયલ થઇ ગયા હતા. મુખ્યમંત્રી સીએમઓ તુરામાં 3 કલાક કરતા વધારે સમય સુધી આંદોલન કરી રહેલા સંગઠનો સાથે શાંતિપુર્ણ રીતે ચર્ચા કરી રહ્યા હતા. બીજી તરફ અચાનક હજારોના ટોળા સીએમઓ તુરા પાસે આવી અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
5 પોલીસ કર્મચારીઓ ઘાયલ
જવાબી કાર્યવાહીમાં પોલીસે ટોળાને તિતર-બિતર કરવા માટે ટિયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. ઘટનાક્રમ અને હોબાળામાં 5 પોલીસ કર્મચારીઓ ઘાયલ થઇ ગયા. સીએમઓ તુરાની બારીઓ પર પણ પથ્થરમારો કર્યો હતો. ટોળાએ ગેટ તોડીને પણ પ્રયાસ કર્યો. સ્થિતિ ખરાબ થયા બાદ સીએમ કોનરાડ સંગમાએ પોતે હિંસામાં ઘાયલ થયેલા સુરક્ષા કર્મચારીઓના ખબર અંતર પુછ્યા હતા. તેઓ સંપુર્ણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
પોલીસ અધિકારીઓનું નિવેદન
એક પોલીસ અધિકારીએ કહ્યું કે, મુખ્યમંત્રી અને અન્ય મંત્રી એક બેઠક કરી રહ્યા હતા. જ્યારે પ્રદર્શનકર્તાઓ એકત્ર થયા અને પથ્થરમારો કર્યો. મુખ્યમંત્રી લાંબા સમય સુધી પોતાના કાર્યકાળમાં જ ફસાયેલા રહ્યા હતા. અનેક લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT