મિસ વર્લ્ડ 2023 યોજાશે ભારતમાં, 27 વર્ષ પછી મળી તક
નવી દિલ્હી: ભારતમાં 27 વર્ષ બાદ એકવાર ફરીથી વિશ્વની સુંદર મહિલાઓ એકઠી થઇ મિસ વર્લ્ડના તાજ માટે એકબીજાં સાથે કોમ્પિટિશનમાં ઉતરશે. મિસ વર્લ્ડ ફિનાલેની મેજબાની…
ADVERTISEMENT
નવી દિલ્હી: ભારતમાં 27 વર્ષ બાદ એકવાર ફરીથી વિશ્વની સુંદર મહિલાઓ એકઠી થઇ મિસ વર્લ્ડના તાજ માટે એકબીજાં સાથે કોમ્પિટિશનમાં ઉતરશે. મિસ વર્લ્ડ ફિનાલેની મેજબાની કરવાનો મોકો આ વર્ષે ભારતને મળ્યો છે, જેની સત્તાવાર જાહેરાત 8 જૂનના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ અને સીઈઓ જુલિયા મોર્લી એ હતી. આ ઈવેન્ટમાં ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ 2022 સિની શેટ્ટી પણ હાજર રહી હતી. જો કે આ મોસ્ટ અવેઈટેડ કોમ્પિટિશનની તારીખ અને સ્થળ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.
ફિનાલે નવેમ્બર/ડિસેમ્બર 2023માં સુનિશ્ચિત થવાની ધારણા છે. આ સ્પર્ધામાં, 130 થી વધુ દેશોના સ્પર્ધકો ભારતમાં એકઠા થશે અને સ્પર્ધાઓની સીરિઝમાં ભાગ લેશે. જેમાં ટેલેન્ટ શો, રમતના પડકારો અને સખાવતી પહેલ કરવામાં આવશે. નવેમ્બર/ડિસેમ્બર 2023માં યોજાનારી ગ્રાન્ડ ફિનાલેના એક મહિના પહેલા સહભાગીઓને શોર્ટલિસ્ટ કરવા માટે બહુવિધ રાઉન્ડ હશે.
ઈવેન્ટ વિશે સીઈઓ જુલિયા મોર્લીએ કહ્યું, “મને 71મી મિસ વર્લ્ડ ફાઈનલ્સના નવા ઘર તરીકે ભારતની જાહેરાત કરતાં આનંદ થાય છે. 30 કરતાં વધુ વર્ષ પહેલાં મે ભારતની મુલાકાત લીધી ત્યારથી મને ભારત પ્રત્યે ઊંડો પ્રેમ છે. અમે તમારી અનન્ય અને વૈવિધ્યસભર સંસ્કૃતિ, વિશ્વ-વર્ગના આકર્ષણો અને આકર્ષક સ્થળોને બાકીના વિશ્વ સાથે શેર કરવા માટે રાહ જોઈ શકતા નથી,” જુલિયા મોર્લીએ કહ્યું, મિસ વર્લ્ડ લિમિટેડ અને પીએમઈ એન્ટરટેઈનમેન્ટ મિસ વર્લ્ડ લાવવા માટે એકસાથે આવ્યા છે. ઉત્સવનું નિર્માણ થઈ રહ્યું છે. 71મી મિસ વર્લ્ડ ‘ઈનક્રેડિબલ ઈન્ડિયા’માં એક મહિનાની લાંબી મુસાફરીમાં 130 રાષ્ટ્રીય ચેમ્પિયનની સિદ્ધિઓ દર્શાવશે કારણ કે અમે અત્યાર સુધીની 71મી અને સૌથી અદભૂત મિસ વર્લ્ડ ફિનાલે રજૂ કરીએ છીએ.”
ADVERTISEMENT
ભારતે અત્યાર સુધીમાં 6 મિસ વર્લ્ડ આપ્યા
અંદાજિત 27 વર્ષ બાદ આવું જોવા મળશે કે ભારત એકવાર ફરીથી મિસ વર્લ્ડ જેવી પ્રતિષ્ઠિત પ્રતિયોગિતાનું આયોજન કરશે. એટલું જ નહીં, આ દેશ પાસે આ પિજન્ટને લઇને ગર્વ અનુભવ કરવાનું વધુ એક કારણ છે. ભારત એ દેશ છે જેણે અત્યાર સુધી સૌથી વધુ 6 મિસ વર્લ્ડ તાજ પોતાના નામે કર્યા છે.
- 1966 – રીતા ફારિયા
- 1994- ઐશ્વર્યા રાય
- 1997- ડાયના હેડન
- 1999- યુક્તા મુખી
- 2000- પ્રિયંકા ચોપરા
- 2017- માનુષી છીલ્લર
ADVERTISEMENT