Mirzapur 3: ગુડ્ડુ કે કાલિન ભૈયા... કોની એક્ટિંગે કર્યા ઈમ્પ્રેસ? સિરીઝમાં કોનો 'દબદબો'?

ADVERTISEMENT

Mirzapur 3
મિર્ઝાપુર 3 રિલીઝ
social share
google news

Mirzapur 3: ફેન્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેમની રાહ પૂરી થઈ છે અને અમેઝોન પ્રાઈમ વીડિયો પર 'મિર્ઝાપુર'ની ત્રીજી સિઝન આવી ચૂકી છે. જી હાં, આ ટાઈમ ઈન્ટરનેટ પર 'મિર્ઝાપુર 3'ને લઈને યુઝર્સે પોત-પોતાના રિએક્શનનો વરસાદ કર્યો છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે સિરીઝ વિશે ચર્ચા કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે આખરે આ સિરીઝની ત્રીજી સિઝનમાં કોનો 'દબદબો' છે?  જો તમે પણ હજુ સુધી સિરીઝ નથી જોઈએ અને તેને જોવા માટે ઉત્સુક છો, તો પહેલા જાણી લો કે 'ગુડ્ડુ કે કાલીન ભૈયા' સિરીઝમાં કોનો રંગ જામ્યો છે?

ગુડ્ડુ કે કાલીન ભૈયા…?

જો મિર્ઝાપુરની ત્રીજી સિઝનની વાત કરીએ તો આ સિઝનમાં તો ગુડ્ડુ પંડિતે પોતાનો જલવો બતાવ્યો છે. જી હાં, આ વખતે ગુડ્ડુની પકડ એટલી મજબૂત છે કે તે છૂટવાનું નામ જ નથી લઈ રહ્યો. જોકે, સિઝનમાં કાલીન ભૈયા પણ નજર આવી રહ્યા છે, પરંતુ હવે તેમનો પહેલા જેવો 'દબદબો' જોવા મળી રહ્યો નથી. આવી સ્થિતિમાં જ્યારે મુન્ના ભૈયા પણ નથી રહ્યા અને કાલીન ભૈયાનો પણ જલવો ફીકો પડી ગયો છે, ત્યારે સ્વાભાવિક છે કે ગુડ્ડ પંડિતનો જલવો જ નહીં 'ભૌકાલ' પણ જોવા મળશે.

ADVERTISEMENT

કોની એક્ટિંગ બેસ્ટ?

હવે જો આ બંનેની એક્ટિંગની વાત કરીએ તો સિરીઝમાં ગુડ્ડુ પંડિતનો ભૌકાલ જોવા મળી રહ્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે ગુડ્ડુ પંડિતના પાત્રમાં વધારે દમ છે. જી હાં, આ વખતે ગુડ્ડુ પંડિતે દર્શકોને વધારે ખુશ કર્યા છે અને કાલીન ભૈયાની એક્ટિગ ક્યાંકને ક્યાંક ફીક્કી લાગી રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ કાલીન ભૈયા કરતા વધારે ગુડ્ડુ પંડિતના વખાણ કરી રહ્યા છે. જોકે, દર્શકો આ વખતે મુન્ના ભૈયાને મિસ પણ કરી રહ્યા છે. 

બ્રાન્ડ ન્યૂ કહાની

નોંધનીય છે કે, આ વખતે મિર્ઝાપુરની કહાની એક બ્રાન્ડ ન્યૂ સ્ટોરીની સાથે પરત આવી છે. જોકે, ખુરશીની લડાઈ તો હજુ પણ ચાલી રહી છે અને એવું લાગી રહ્યું છે કે આ લડાઈ હવે આ સિરીઝની સિઝન 4 સુધી ચાલશે અને તેના માટે દર્શકોએ વધુ રાહ જોવી પડશે. જી હાં, ભલે જ ખુરશીનો વરસદાર સામે આવ્યો નથી, પરંતુ તેના માટે જંગ યથાવત છે અને જોવાનું એ રહેશે કે શું સિઝન 4માં મુન્ના ભૈયાની વાપસી થશે કે પછી 'ખુરશીની લડાઈ' આવી રીતે જ ચલાશે?

ADVERTISEMENT

અન્ય પાત્રો પણ દમદાર?

આ સિવાય જો સિરીઝના અન્ય પાત્રોની વાત કરીએ તો દરેકે પોતપોતાના હિસાબે સારું કામ કર્યું છે. પછી ભલે તે બીના ત્રિપાઠી હોય કે ગોલુ ગુપ્તા. હા, ગુડ્ડુ અને કાલિનની ચર્ચા થઈ ચૂકી છે. મુન્ના જોવા મળ્યો ન હતો પરંતુ ભરત ત્યાગી અને શત્રુઘ્ન ત્યાગીના પાત્રો પણ અદ્ભુત છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT