પરેડમાં આ રાજ્યોની ઝાંખી સામેલ ન કરવાના કારણે રાજકીય વિવાદ સર્જાયો, રક્ષા મંત્રાલયે પસંદગીનું આપ્યું કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Republic Day : ગણતંત્ર દિવસની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવમાં આવી છે. દર વખતની જેમ આ વખતની જેમ આ વર્ષે પણ પરેડનું આયોજન થશે અને સાથે જ પરેડ દરમિયાન રાજ્યોની ઝાંખી પણ કાઢવામાં આવશે. આવી સ્થિતિમાં આ વખતે રાજ્યોની ઝાંખી લઈ ભારે હોબાળો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે પંજાબ અને દિલ્હી બાદ કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પરેડ માટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા પ્રસ્તાવિત ઝાંખીને ફગાવી દીધી છે.આ સમાચારના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. જેને લઈ સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે.

ટેબ્લોક્સની પસંદગી માટે એક સિસ્ટમ સ્થાપિત થયેલ છે

સંરક્ષણ મંત્રાલયના સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું છે કે, કેટલાક મીડિયા અહેવાલો મુજબ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પંજાબની ઝાંખીનો સમાવેશ ન કરવા બદલ તેઓ કેન્દ્ર પર પ્રહાર કરી રહ્યા છે. આ અહેવાલ મુજબ પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ વર્ષે પણ 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસની પરેડમાં પંજાબની ઝાંખી સામેલ કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકાર પંજાબ સાથે ભેદભાવ કરી રહી છે. પંજાબ અને દિલ્હી બંનેની ઝાંખીને સામેલ કરવામાં આવી નથી. એટલું જ નહીં, અન્ય એક સમાચાર પણ પ્રકાશિત થયા છે જેમાં કહેવામાં આવ્યું છે કે, આઠ વર્ષમાં ત્રીજી વખત કેન્દ્રએ દીદીના પ્રિય પ્રોજેક્ટ પર બંગાળના ગણતંત્ર દિવસની ઝાંખીને નકારી કાઢી છે.

ADVERTISEMENT

સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવા માટે ટેબ્લોક્સની પસંદગી માટે એક સુસ્થાપિત સિસ્ટમ છે, જે મુજબ સંરક્ષણ મંત્રાલય તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયોમાંથી ઝાંખીઓ માટે દરખાસ્તો આમંત્રિત કરે છે. વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો તરફથી મળેલી ઝાંખી દરખાસ્તોનું મૂલ્યાંકન ઝાંખીઓની પસંદગી માટે નિષ્ણાત સમિતિની શ્રેણીબદ્ધ બેઠકોમાં કરવામાં આવે છે. તેમાં કલા, સંસ્કૃતિ, ચિત્ર, શિલ્પ, સંગીત, સ્થાપત્ય, કોરિયોગ્રાફી વગેરે ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓનો સમાવેશ થાય છે.

ટેબ્લોક્સનું શોર્ટલિસ્ટિંગ આ પ્રકારે કરવામાં આવે છે

વધુમાં જણાવ્યું હતું કે, નિષ્ણાત સમિતિ તેની ભલામણો કરતા પહેલા થીમ, કોન્સેપ્ટ, ડિઝાઇન અને તેની વિઝ્યુઅલ ઇફેક્ટના આધારે દરખાસ્તોની તપાસ કરે છે. પરેડના એકંદર સમયગાળામાં ટેબ્લોક્સ માટે ફાળવવામાં આવેલા સમયને કારણે, નિષ્ણાત સમિતિ દ્વારા ટેબ્લોક્સનું શોર્ટલિસ્ટિંગ કરવામાં આવે છે, જેના કારણે પરેડમાં શ્રેષ્ઠ ટેબ્લોક્સનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

30માંથી માત્ર 15 રાજ્યોની પસંદગી કરવામાં આવી છે

સૂત્રોએ જણાવ્યું કે 2024ના પ્રજાસત્તાક દિવસની પરેડ માટે પંજાબ અને પશ્ચિમ બંગાળ સહિત 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ પરેડમાં ભાગ લેવાની ઈચ્છા દર્શાવી હતી. આમાંથી માત્ર 15-16 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પ્રજાસત્તાક દિવસની પરેડ 2024માં તેમની ઝાંખી રજૂ કરવા માટે આખરે પસંદ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT