મોદી કેબિનેટમાં મોટો ફેરફાર, કિરણ રિજિજૂને હટાવી અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: મોદી કેબિનેટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કિરણ રિજિજૂને કાયદા મંત્રીના પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ હવે અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે.

પીએમ નરેન્દ્ર મોદીની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કેબિનેટમાં ફેરબદલને મંજૂરી આપી દીધી છે. હવે કિરણ રિજિજૂને કાયદા મંત્રાલયમાંથી ભૂ-વિજ્ઞાન મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જ્યારે, રિજિજૂના સ્થાને, અર્જુન રામ મેઘવાલને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

રિજિજૂ 2021માં કાયદા મંત્રી બન્યા હતા
રિજિજૂ અરુણાચલ પશ્ચિમ લોકસભા સીટ પરથી ભાજપના સાંસદ છે. કિરણ રિજિજૂનો જન્મ 19 નવેમ્બર 1971ના રોજ અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે. તેમણે 2004 (અરુણાચલ પશ્ચિમ મતવિસ્તાર) માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી અને જીત્યા. પરંતુ 2009ની લોકસભા ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. રિજિજૂ 2014ની ચૂંટણીમાં ફરી જીત્યા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં તેમને ગૃહ રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યા.

ADVERTISEMENT

આ પછી, તેમને મોદી સરકારના બીજા કાર્યકાળમાં એટલે કે 2019 માં રમત પ્રધાન (સ્વતંત્ર પ્રભાર) બનાવવામાં આવ્યા હતા. જુલાઈ 2021 માં, જ્યારે તેમને કેબિનેટ વિસ્તરણ દરમિયાન કાયદા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેમને રવિશંકર પ્રસાદની જગ્યાએ આ જવાબદારી સોંપવામાં આવી હતી.

ADVERTISEMENT

કોણ છે અર્જુન રામ મેઘવાલ?
અર્જુન રામ મેઘવાલ 2009થી બિકાનેરથી સાંસદ છે. મેઘવાલનો જન્મ બિકાનેરના કિસ્મીદેસર ગામમાં થયો હતો. તેમણે બીકાનેરની ડુંગર કોલેજમાંથી બીએ અને એલએલબી કર્યું. આ પછી તેમણે આ જ કોલેજમાંથી માસ્ટર્સ ડિગ્રી (M.A) કર્યું. આ પછી, તેમણે ફિલિપાઈન્સની યુનિવર્સિટીમાંથી એમબીએ પણ કર્યું. તેઓ રાજસ્થાન કેડરના IAS અધિકારી રહી ચૂક્યા છે અને રાજસ્થાનમાં અનુસૂચિત જાતિના ચહેરા તરીકે જોવામાં આવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT