રાજસ્થાનમાં વાયુસેનાનું MiG-21 વિમાન ક્રેશ થઈને ઘર પર પડ્યું, બે મહિલાનાં મોત
રાજસ્થાન: રાજસ્થાનના હનુમાનગઢમાં સોમવારે સવારે મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં એરફોર્સનું MiG-21 વિમાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં ખેતરમાં ચારો લેવા માટે જઈ રહેલી મહિલાઓનું…
ADVERTISEMENT
રાજસ્થાન: રાજસ્થાનના હનુમાનગઢમાં સોમવારે સવારે મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં એરફોર્સનું MiG-21 વિમાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં ખેતરમાં ચારો લેવા માટે જઈ રહેલી મહિલાઓનું મોત થઈ ગયું છે. આ દુર્ઘટના બહલોલનગર ગામમાં થઈ હતી. જાણકારી મુજબ, પાઈલટે પેરાશૂટથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. દુર્ઘટના સ્થળ પર ગ્રામિણોનું ટોળું પહોંચી ગયું હતું. જ્યારે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.
‘વિસ્ફોટ થયો અને વિમાન ઘર પર પડ્યું’
વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની જાણકારી મળ્યા બાદ SHO વિજય મીણા ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. અહીં ઉપસ્થિત પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ખૂબ જ તીવ્ર વિસ્ફોટ થયો અને આ બાદ વિમાન ઘર પર પડી ગયું. દુર્ઘટનામાં હાલ 2 મહિલાઓના મોત થયાની ખબર છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ ગઈ છે. તો બંને પાઈલટ સુરક્ષિત છે.
#WATCH | Indian Air Force MiG-21 fighter aircraft crashed near Hanumangarh in Rajasthan. The aircraft had taken off from Suratgarh. The pilot is safe. More details awaited: IAF Sources pic.twitter.com/0WOwoU5ASi
— ANI (@ANI) May 8, 2023
ADVERTISEMENT
એરફોર્સે જાહેર કર્યું નિવેદન
એરફોર્સે આ મામલે નિવેદન જારી કરીને જણાવ્યું કે, વાયુસેનાના MiG-21 વિમાને આજે સવારે નિયમિત ટ્રેનિંગ માટેની ઉડાણ ભરી હતી. ત્યારે જ આ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. બંને પાઇલટ પોતાને સુરક્ષિત રાખવામાં સફળ રહ્યા. દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
નોંધનીય છે કે, આ પહેલા જુલાઈ 2022માં રાજસ્થાનના બાડમેર પાસે એક ટ્રેનિંગ ઉડાણ દરમિયાન મિગ-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. જેમાં ભારતીય વાયુ સેનાના બે પાઇલટ શહીદ થઈ ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT