સાવધાન! રવિવારે આવી રહ્યું છે ભયાનક તોફાન 'રેમલ', હવામાન વિભાગનું એલર્ટ; ગુજરાતની માથે કેટલો ખતરો?

ADVERTISEMENT

Remal Storm in Bay of Bengal
ગુજરાત પર વાવાઝોડું'રેમલ' બોલાવશે ધડબડાટી?
social share
google news

Remal Storm in Bay of Bengal: બંગાળની ખાડીમાં એક તોફાન વિકસી રહ્યું છે જેના કારણે વાવાઝોડું આવવાની સંભાવના છે. આ ભયંકર તોફાન 26 મેના રોજ પશ્ચિમ બંગાળ અને તેને અડીને આવેલા બાંગ્લાદેશમાં ભારે તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાંથી ઉદભવતું આ સિઝનનું આ પહેલું વાવાઝોડું હશે. હિન્દ મહાસાગરમાં ચક્રવાતોના નામકરણની પ્રણાલી હેઠળ તેને 'રેમલ' નામ આપવામાં આવ્યું છે. ઓમાને આ સૂચન કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવાર સુધીમાં તે બંગાળની ખાડીમાંથી ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી શકે છે.

પશ્ચિમ બંગાળમાં પૂર આવવાની સંભાવના

વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પૂર આવવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 મેના રોજ મધ્ય અને તેને અડીને આવેલા દક્ષિણ બંગાળની ખાડીમાં સમુદ્રની સ્થિતિ ખરાબથી અત્યંત ખરાબ થવાની સંભાવના છે. તે 25 મેના રોજ સાંજથી ઓડિશાના દરિયાકાંઠે લગભગ 1.5 મીટર ઊંચા મોજાઓ ઉછળશે.

ભારે વરસાદ અને પવન ફૂંકાવાની ચેતવણી

હવામાન વિભાગ અનુસાર, રવિવારે ચક્રવાતને કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન કચેરીએ પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપી છે. દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. 

ADVERTISEMENT

દરિયાની સપાટીનું તાપમાન સૌથી વધુ નોંધાયું 

IMD એ ઉત્તર ઓરિસ્સા, બંગાળ, ત્રિપુરા, દક્ષિણ મણિપુર અને મિઝોરમમાં 26 અને 27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાની સપાટીનું તાપમાન છેલ્લા 30 વર્ષમાં સૌથી વધુ નોંધાયું છે. દરિયાની સપાટીના તાપમાનમાં વધુ ગરમ થવાનો અર્થ વધુ ભેજ છે, જે ચક્રવાતની તીવ્રતા માટે અનુકૂળ છે. 

    follow whatsapp

    ADVERTISEMENT