“Rajasthan CM News Update: નડ્ડા સાથે 80 મિનિટ સુધી બેઠક, દિકરા દુષ્યંત પર રિસોર્ટ પોલિટિક્સનો આરોપ અને જયપુરથી દિલ્હી સુધી ખળભળાટ… વસુંધરા જૂથમાં શું ચાલી રહ્યું છે? “

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajasthan CM Latest Update:રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ માટે ભાજપ કોની પસંદગી કરશે તેના પર સસ્પેન્સ છે. આ વચ્ચે દિલ્હીમાં મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દિલ્હીમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે 80 મિનિટ સુધી વાતચીત થઈ હતી. વસુંધરા રાજેની સાથે તેમના પુત્ર સાંસદ દુષ્યંત પણ હાજર રહ્યા હતા.

લલિત મીણાના પિતાએ લગાવ્યો આરોપ

જણાવી દઈએ કે ગુરુવારે ભાજપ MLA લલિત મીણાના પિતા હેમરાજ મીણાએ દાવો કર્યો હતો કે તેમના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દિકરાને એક રિસોર્ટમાં બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. આરોપ છે કે પાંચ ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. હેમરાજ મીણાએ ભાજપ કાર્યાલયને જાણ કરી હતી. જે બાદ બુધવારે સવારે લલિત મીણાને ત્યાંથી લાવવામાં આવ્યા હતા. લલિત મીણા બારાં જિલ્લાના કિશનગંજથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

મુખ્યમંત્રીને લઈને ચાલી રહ્યું છે મંથન

દિલ્હીમાં હાઈકમાન્ડ રાજસ્થાનના મુખ્યમંત્રીની પસંદગી માટે મંથન કરી રહ્યું છે. જોકે, હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યું નથી. સતત બેઠકો અને મંથન વચ્ચે કેટલાક નામો રેસમાં આગળ આવી રહ્યા છે. તેમાં વસુંધરા રાજે, ગજેન્દ્ર સિંહ શેખાવત, અશ્વિની વૈષ્ણવ, અર્જુનરામ મેઘવાલ, ઓમપ્રકાશ માથુર, બાબા બાલકનાથના નામની પણ ચર્ચા છે. ગજેન્દ્ર સિંહ અને અશ્વિની વૈષ્ણવ કેન્દ્ર સરકારમાં મંત્રી છે. જ્યારે ઓમપ્રકાશ માથુર છત્તીસગઢમાં ભાજપના પ્રભારી છે.

ADVERTISEMENT

જે.પી નડ્ડા સાથે વસુંધરા રાજેએ કરી મુલાકાત

ગુરુવારે વસુંધરા રાજેએ દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત થઈ હતી. જ્યારે વસુંધરા રાજે બહાર આવ્યા ત્યારે તેમની સાથે તેમના દિકરા દુષ્યંત સિંહ પણ જોવા મળ્યા હતા. બંને મીડિયા સાથે વાત કર્યા વગર જ આગળ વધી ગયા. વસુંધરા રાજેના ચહેરા પર સ્મિત હતું. જોકે, શું વાતચીત થઈ તે સ્પષ્ટ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનમાં બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

ગઈકાલે બાબા બાલકનાથે આપ્યું રાજીનામું

આ પહેલા ગઈકાલે બપોરે બાબા બાલકનાથે સંસદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું. જે બાદ તેઓ ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ ટૂંક સમયમાં રાજ્યમાં નિરીક્ષકો મોકલશે. ત્યાર બાદ ધારાસભ્ય દળની બેઠક યોજાશે અને નવા સીએમની જાહેરાત કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે નવા સીએમનું નામ હજુ નક્કી થયું નથી. પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સોશિયલ એન્જિનિયરિંગ પર ફોકસ કરી રહી છે.

ADVERTISEMENT

રિસોર્ટ પોલિટિક્સની ચાલી ચર્ચા

તો રાજસ્થાનમાં ગુરુવારે દિવસભર રિસોર્ટ પોલિટિક્સની ચર્ચા ચાલી. કિશનગંજના ભાજપના ધારાસભ્ય લલિત મીણાના પિતા હેમરાજ મીણાએ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે ભાજપના ધારાસભ્ય લલિત મીણાને રિસોર્ટમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. એવો પણ આરોપ લગાવ્યો હતો કે ઝાલાવાડ-બારણના સાંસદ દુષ્યંત સિંહના કહેવા પર તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે દુષ્યંત સિંહ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના પુત્ર છે.

ADVERTISEMENT

કંવર લાલ મીણાએ આરોને નકારી કાઢ્યા

જોકે, કંવર લાલ મીણાએ નિવેદન જારી કરીને આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે, તેમના અને દુષ્યંત સિંહ પર લાગેલા આરોપો પાયાવિહોણા છે. જોકે, ધારાસભ્ય સીકર રોડ પરના રિસોર્ટમાં રોકાયા હતા કે નહીં તે સ્પષ્ટ થયું નથી. જોકે, લલિત મીણાએ આ ઘટના અંગે વિગતો આપવાનો ઈન્કાર કર્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT