બંને લગ્ન કરવા માંગતા હતા, પણ પરિવાર ન માન્યો… યુવકે પ્રેમિકાના કપાળમાં લગાવ્યું સિંદૂર અને પછી ભર્યું ભયાનક પગલું
Suicide case: ઉત્તર પ્રદેશના મેરઠમાં એક યુવક યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવકે પહેલા તેની પ્રેમિકાના કપાળ પર સિંદૂર લગાવ્યું, પછી તેને મીઠાઈ…
ADVERTISEMENT
Suicide case: ઉત્તર પ્રદેશના મેરઠમાં એક યુવક યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. યુવકે પહેલા તેની પ્રેમિકાના કપાળ પર સિંદૂર લગાવ્યું, પછી તેને મીઠાઈ ખવડાવી. આ પછી બંનેએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પોલીસનું કહેવું છે કે, યુવક અને યુવતી બંને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ પરિવારજનો માન્યા નહીં. હાલ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
ઝાડ પરથી લટકતી હાલતમાં મળ્યા મૃતદેહ
મળતી માહિતી અનુસાર, બુદ્ધનગર વિસ્તારની 21 વર્ષીય રાખી અને ઉત્તરાખંડના હરિદ્વારનો રહેવાસી 24 વર્ષીય મનીષના મૃતદેહ બહસુમા વિસ્તારમાં ઝાડ પર લટકેતી હાલતમાં મળી આવ્યા હતા. SHO સંતોષ કુમારે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાખી અને મનીષ એકબીજાને પ્રેમ કરતા હતા, તેઓ લગ્ન કરવા માંગતા હતા, પરંતુ તેમના પરિવારના સભ્યોને તેમના સંબંધો મંજૂર નહોતા.
પોલીસની ટીમ દોડી આવી
રવિવારની રાત્રે મનીષ અને રાખી એકબીજાને મળ્યા. આ દરમિયાન મનીષે રાખીના કપાળ પર સિંદૂર લગાવ્યું, સાથે જ બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને પછી બંનેએ આત્મહત્યા કરી લીધી. બંનેએ એક જ દોરડાથી બે ફાંસીના ફંદા બનાવ્યા અને એકબીજાને પકડીને ઝાડ સાથે લટકી ગયા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા
પોલીસને સ્થળ પરથી સિંદૂરની ડબ્બી અને મીઠાઈનું બોક્સ મળી આવ્યું છે. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે.
ADVERTISEMENT