મથુરામાં મોટી ટ્રેન દુર્ઘટના થતા રહી ગઇ, ટ્રેનનો ડ્રાઇવર દારૂના નશામાં વીડિયો કોલમાં વ્યસ્ત

ADVERTISEMENT

Mathura Train Accident case
Mathura Train Accident case
social share
google news

નવી દિલ્હી : 2 મિનટ 6 સેકન્ડના (126 સેકંડ) આ વીડિયોમાં જવાબદારીની બેદરકારીને સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. વીડિયોમાં 55 મી સેકન્ડમાં લોકોપાયલોટ એન્જિનમાં પહેલો પગ મુક્યો છે. પછી 1 મિનિટ અને સાત સેકન્ડ પર દરવાજો બંધ કરીને પોતાની સીટ પાસે જાય છે.

મથુરા રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી હતી

ઉત્તરપ્રદેશના મથુરા રેલવે સ્ટેશન પર બુધવારે મોટી દુર્ઘટના થતા થતા ટળી ગઇ હતી. આ એક મોટી બેદરકારી એક મોટી દુર્ઘટનાનું સ્વરૂપ લઇ ચુકી હોત.શકુર બસ્તી ઇએમયૂ ટ્રેનનું એન્જિન તોડીને પ્લેટફોર્મ પર ચડી ગઇ હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. 2 મિનિટ 6 સેકન્ડના આ વીડિયોમાં જવાબદાર બેદરકારોને સ્પષ્ટરીતે જોઇ શકાય છે. જેમાં 20 સેકન્ડ ખુબ જ મહત્વની છે, જે બેદરકારીનું સાક્ષી છે. એક લોકોપાયલટના ગયા બાદ બેદરકાર લોકોપાયલટને વીડિયોના 55 મા સેકન્ડે એન્જિનમાં પગ મુકતા જોઇ શકાય છે. પછી 1 મિનિટ અને સાત સેકન્ડે તે દરવાજો બંધ કરીને પોતાની સીટ પાસે આવે છે.

ખભેથી બેગ ઉતારીને કંટ્રોલ પેનલ પર મુકે છે

સીટ પર બેસતા પહેલા તે 1 મિનિટ 15 સેકન્ડ પર પોતાના ખભેથી બેદરકારીનું બેગ ઉતારીને કંટ્રોલ પેનલ પર મુકે છે. મોબાઇલ પર ચાલી રહેલા વીડિયોકોલમાં વ્યસ્ત થઇ જાય છે. ત્યાર બાદ લોકોપાયલટ ભુલી જાય છે કે, તેઓ બ્રેક દબાવી રહ્યો છે કે એક્સીલેટર દબાવવું. જે પ્રકારે તે પોતાની બેદરકારીના જોર એક્સીલેટર પર રાખે છે, એન્જિન સ્ટોપર તોડીને પ્લેટફોર્મ પર ચડી જાય છે. આ ઝટકો એટલો જોરદાર હોય છે કે સમગ્ર એન્જિન હલવા લાગે છે. એટલું જ નહી લોકોપાયલટ સીટ સહિત લાંબા સમય સુધી ઝુલ્યા કરે છે.

ADVERTISEMENT

દુર્ઘટના બાદ સમગ્ર રેલવે વિભાગ એક્શનમાં આવ્યું

બેશક આ દુર્ઘટનાએ રેલ વિભાગને ઝકઝોરી નાખ્યું છે, પરંતુ શું મઝાલ હતી કે લોકોપાયલટનો વીડિયો કોલથી સંપર્ક તુટ્યો હોત. એટલું બધુ થયા બાદ પણ તેઓ વીડિયો કોલ પર સામેવાળા વ્યક્તિને સંપુર્ણ શિદ્દત સાથે જોડાયેલો રહે છે. ખેર કેટલાક સેંકડમાં જ્યારે તેની બેદરકારીનો નશો ચુર હોય તો તેના હાથમાં એક Wrench જોઇ શકાય છે. જો કે ત્યાર સુધી તે ખુબ જ મોડુ થઇ ચુક્યું હતું. એન્જિન પ્લેટપોર્મ પર ચડી ચુક્યું હતું. હવે આ મામલે રેલવે તંત્રની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આ વાત સામે આવી છે કે, ટ્રેનમાં જે પાંચ લોકો હાજર હતા તે તમામ મોબાઇલ ચલાવી રહ્યો હતો અને નશો કરી રહ્યો હતો.

તપાસ બાદ પાંચ લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા

મથુરા રેલવે સ્ટેશનના ડાયરેક્ટર સંજીવ શ્રીવાસ્તવે જણાવ્યું કે, તપાસ બાદ પાંચ લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમાં એક લોકોપાયલટ સહિત 4 ટેક્નિકલ ટીમના લોકોનો સમાવેશ થાય છે. આ તમામ ઘટના સમયે ટ્રેનમાં હાજર હતા. તેની વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

પાંચ કર્મચારીઓ નશાની હાલતમાં મળી આવ્યા

રેલવેએ જે રેલવે કર્મચારીઓ પર એક્શન લીધું છે. તેમાં લોકો પાયલોટ ગોવિંદ બિહારી શર્મા તથા ટેક્નીકલ ટીમના હરભજન સિંહ, સચિન, બૃજેશ કુમાર તથા કુલદીપનો સમાવેશ થાય છે. તેમને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે તપાસ હજી પણ ચાલી રહી છે. રેલવેના અનુસાર આ લોકોનું કામ ટ્રેનને સેટિંગ કરાવીને ઉભી રાખવાનું હતું. આ લોકો ટ્રેનમાં મોબાઇલમાં વ્યસ્ત હતા. જ્યારે તપાસ કરવામાં આવી તો તે લોકો 42 ટકા નશાની હાલતમાં હતો. આ મામલે મેડિકલ રિપોર્ટ ગુરૂવારે સાંજ સુધીમાં રેલવે વિભાગના અધિકારીઓને મળી જશે. ત્યાર બાદ તેવી પણ માહિતી મળી શકશે કે આ લોકોએ કયો નશો કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT