અમેરિકામાં સ્વતંત્રતા દિવસ પહેલા ફરી શૂટઆઉટની ઘટના, ફિલાડેલ્ફિયામાં 8 લોકોને ગોળી મારી, 4નાં મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ફિલાડેલ્ફિયા: અમેરિકામાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ફરી એકવાર શૂટઆઉટની ઘટના સામે આવી છે. ફાયરિંગમાં 8 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 4ના મોત થયા છે. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો છે. તેણે શા માટે ફાયરિંગ કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ ફાયરિંગની ઘટના ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા કાઉન્ટીમાં બની હતી. અહીં એક બંદૂકધારીએ ખુલ્લેઆમ ફાયરિંગ શરૂ કરી દીધું. રાજ્ય પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરે બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યું હતું. અટકાયત કરાયેલ શંકાસ્પદ હેન્ડગન, રાઈફલ અને અનેક મેગેઝીનથી સજ્જ હતો.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા
જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પણ હુમલાખોર લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસે હુમલાખોર પાસેથી એક રાઈફલ, એક હેન્ડગન અને ગોળીઓના વધારાના મેગેઝીન જપ્ત કર્યા છે.

ADVERTISEMENT

યુ.એસ.માં સામૂહિક ગોળીબારની 5 હૃદયદ્રાવક ઘટનાઓ

  1. 18 જુલાઈ, 2022 ના રોજ, યુએસએના ઇન્ડિયાનામાં ગ્રીનવુડ પાર્ક મોલમાં ફાયરિંગની ઘટના બની હતી. સામૂહિક ગોળીબાર દરમિયાન, 10 લોકોને ગોળી વાગી હતી. જેમાંથી 3ના મોત થયા હતા.
  2. 11 જુલાઈ, 2022ના રોજ કેલિફોર્નિયાના દક્ષિણ ભાગમાં એક હાઉસ પાર્ટી દરમિયાન હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત 5 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
  3. 4 જુલાઈ, 2022 ના રોજ, અમેરિકામાં 246મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન શિકાગો, ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં અચાનક ગોળીબાર શરૂ થયો, જેમાં 6 લોકોના મોત થયા. બીજા જ દિવસે 5 જુલાઈએ ઈન્ડિયાનાના બ્રેઈન્ડિયાના ગેરી વિસ્તારમાં ફાયરિંગને કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
  4. 1 જૂન, 2022 ના રોજ, ટુલસા, ઓક્લાહોમામાં, એક વ્યક્તિએ હોસ્પિટલની બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો અને તાબડતોબ ફાયરિંગ શરૂ કર્યું. આ ઘટનામાં 4 લોકોના મોત થયા હતા. ગુનો કર્યા બાદ હુમલાખોરે આત્મહત્યા પણ કરી લીધી હતી.
  5. સૌથી ખતરનાક ઘટના 15 મે 2022 ના રોજ યુએસએના ટેક્સાસમાં સામે આવી હતી. જ્યારે 18 વર્ષીય છોકરાએ ઉવાલ્ડે શહેરમાં શાળામાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો, જેમાં 19 વિદ્યાર્થીઓ સહિત 23 લોકોના મોત થયા હતા. આ હુમલામાં 3 શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT