અમેરિકામાં ફરી માસ શૂટિંગની ઘટના, લેવિસ્ટનમાં અંધાધૂંધ ફાયરિંગમાં 22 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

US Mass Shooting: અમેરિકામાં ગોળીબારની ઘટનાઓમાં ઘટવાનું નામ લઈ રહી નથી. તાજેતરનો મામલો મેને રાજ્યના લેવિસ્ટનથી સામે આવ્યો છે. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા છે જ્યારે ડઝનેક લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક છે. પોલીસના જણાવ્યા અનુસાર એક સક્રિય શૂટરે બુધવારે રાત્રે ફાયરિંગની આ ઘટનાને અંજામ આપ્યો હતો.

એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસ (પોલીસ) એ તેમના ફેસબુક પેજ પર શંકાસ્પદ વ્યક્તિના બે ફોટા પ્રકાશિત કર્યા છે, જેમાં એક બંદૂકધારી તેના ખભા પર હથિયાર લટકાવીને સંસ્થામાં પ્રવેશતો દર્શાવે છે અને હાલમાં તે ફરાર છે.

પોલીસે હુમલાખોરની તસવીર જાહેર કરી

પોલીસે હુમલાખોરનો ફોટો જાહેર કરીને લોકોની મદદ માંગી છે. ફોટોમાં, શર્ટ અને જીન્સ પહેરેલો એક દાઢીવાળો માણસ ફાઈરિંગ રાઈફલ પકડીને ગોળીબાર કરી રહ્યો છે. લેવિસ્ટનમાં સેન્ટ્રલ મેઈન મેડિકલ સેન્ટરે એક નિવેદન જારી કરીને કહ્યું કે, મોટા પ્રમાણમાં લોકો ઘાયલ થયા છે. ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લેવિસ્ટન એન્ડ્રોસ્કોગિન કાઉન્ટીનો એક ભાગ છે અને મેનેના સૌથી મોટા શહેર પોર્ટલેન્ડની ઉત્તરે લગભગ 35 માઈલ (56 કિમી) દૂર સ્થિત છે.

ADVERTISEMENT

લોકોને ઘરમાં રહેવાની અપીલ

એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને તમામ વ્યવસાયોને તેમની સંસ્થાઓ બંધ કરવા કહી રહ્યા છીએ.” મેન ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના પ્રવક્તાએ લોકોને તેમના ઘરના દરવાજા બંધ રાખીને ઘરમાં રહેવા વિનંતી કરી છે.

લેવિસ્ટનમાં ત્રણ જગ્યાએ ફાયરિંગ થયું હતું.

ધ સન જર્નલે લેવિસ્ટન પોલીસ પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે, ત્રણ અલગ અલગ સંસ્થાઓમાં ગોળીબાર કરાયા ખબર છે, જેમાં સ્પેરટાઇમ રિક્રિએશન, સ્કેમેન્ઝીસ બાર એન્ડ ગ્રીલ રેસ્ટોરન્ટ અને વોલમાર્ટ વિતરણ કેન્દ્ર સહિત સામેલ છે. વોશિંગ્ટનમાં એક અમેરિકન અધિકારીએ કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડનને ફાયરિંગની આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે અને તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT