યુરોપના આ દેશમાં ભયાનક ફાયરિંગ, 10 લોકોનાં મોત 9 ગંભીર રીતે ઘાયલ

ADVERTISEMENT

Firing in Europe case
Firing in Europe case
social share
google news

નવી દિલ્હી : માસ શૂટિંગની આ ઘટના પ્રાગમાં ચાર્લ્સ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટમાં થઇ હતી. ચેકના ગૃહમંત્રી વિટ રાકુસને સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, જે વ્યક્તિએ ગોળી ચલાવી હતી, તેને ઠાર મારવામાં આવ્યો છે. ઘટના સ્થળ પર અન્ય હુમલાખોરો નહી હોવાની વાતની પૃષ્ટી થઇ છે.

ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગની એક યુનિવર્સિટીમાં માસ શૂટિંગના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાની તથા અનેક લોકોનાં મોત થયા છે. પોલીસે દાવો કર્યો કે, હુમલો કરનાર હુમલાખોરને ઠાર મારવામાં આવ્યો છે. કુલ 10 લોકોનાં મોત થયા છે જ્યારે 9 લોકો ઘાયલ થયા છે.

શૂટિંગની આ ઘટના પ્રાગમાં ચાર્લ્સ યૂનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટમાં થઇ. ચેક રિપબ્લિકના ગૃહમંત્રી વિટ રાકુસને સ્થાનીક મીડિયાને જણાવ્યું કે, જે વ્યક્તિએ ગોળી ચલાવી હતી, તેને ઠાર મારવામાં આવ્યા છે. ઘટના સ્થળ પર અન્ય હુમલાખોરો પર અન્ય હુમલાખોરો નહી હોવાની પૃષ્ટિ થઇ છે.

ADVERTISEMENT

તંત્રનું કહેવું છે કે, આ ઘટના બાદ વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકોએ આ વિસ્તારની તરફ ન જવા માટેની અપીલ કરી છે. જો કે તંત્રનો દાવો છે કે, પ્રાગ શૂટિંગની આ ઘટના આતંકવાદી હુમલો નથી. તેને ચેક રિપબ્લિકના ઇતિહાસની સૌથી ભયાનક માસ શૂટિંગ થયું હોવાનું જણાવાઇ રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT