કોરોનાનો કહેર, દિલ્હીમાં માસ્ક ફરી ફરજિયાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: દેશમાં ફરી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસોની વધતી સંખ્યાને જોતા દિલ્હી સરકારે રાજ્યમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

બુધવારે રાજધાનીમાં કોરોના સંક્રમણના 2,146 કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના સંક્રમણને કારણે દિલ્હીમાં આઠ દર્દીઓના મોત પણ થયા છે. રાજધાનીમાં ચેપનો દર વધીને 17.83 થઈ ગયો છે. દિલ્હીમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 8205 થઈ ગઈ છે. બીજી તરફ, દિલ્હીમાં ઝડપથી ફેલાતા કોરોના કેસ પાછળ Omicronનું નવું સબ-વેરિઅન્ટ BA 2.75 છે.

લોક નાયક હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ સુરેશ કુમારે જણાવ્યું હતું કે, ઓમિક્રોનનું નવું સબ-વેરિઅન્ટ લોકોને ઝડપથી ચેપ લગાડે છે. આ પેટા વેરિઅન્ટ કોરોના રસી મેળવનાર લોકોને પણ ચેપ લગાવી શકે છે. જોકે આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

ADVERTISEMENT

ડો. સુરેશે જણાવ્યું કે, કોરોનાના કેસમાં ઘટાડાની સાથે લોકોએ કોવિડ પ્રોટોકોલને અનુસરવાનું ઓછું કર્યું છે. તે ન થવું જોઈએ. તેમણે કહ્યું કે કેસ વધી રહ્યા છે, પરંતુ તેમાં ઓછા ગંભીર લક્ષણો છે. ડાયાબિટીસ, હાર્ટ, ટીબી જેવી ગંભીર બીમારીઓથી પીડિત લોકોને ઘણું જોખમ સહન કરવું પડી શકે છે. તેમણે કહ્યું કે કોરોના હજી પૂરો થયો નથી, જે લોકો ત્રણ મહિના પહેલા સંક્રમિત થયા હતા તેઓ ફરી કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.

લોકોએ કોવિડના નિયમો ગણકાર્ય નહીં.
દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધહઈ રહ્યું છે તેનું એક કારણ લોકો કોરોનાના નિયમોનું પાલન કરી રહ્યા નથી. લોકોએ મસ્ક પહેરવાનું ટાળ્યું છે આ સાથે જ જાહેર મેળવડા થવા ના શરૂ થઈ ચૂક્યા છે અને ચૂંટણી વાળા રાજ્યોમાં રાજકીય મેળવડા થવા લાગ્યા છે ત્યારે આ કારણે પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT