મેષ રાશિ માટે બની રહ્યા છે લગ્નના યોગ, આ રાશિના લોકોને મળશે આકસ્મિક ફાયદો
અઠવાડીક ભવિષ્ય દર્શન તારીખ 03-07-2023 થી 09-03-2023 આ સપ્તાહમાં ગ્રહોનું ગોચર સ્થિતિ નીચે પ્રમાણે છે. સૂર્ય- મિથુન, મંગળ-સિંહ રાશી, બુધ- મિથુન-કર્ક, ગુરૂ- મેષ, શુક્ર- કર્ક/સિંહ,…
ADVERTISEMENT
અઠવાડીક ભવિષ્ય દર્શન
તારીખ 03-07-2023 થી 09-03-2023 આ સપ્તાહમાં ગ્રહોનું ગોચર સ્થિતિ નીચે પ્રમાણે છે. સૂર્ય- મિથુન, મંગળ-સિંહ રાશી, બુધ- મિથુન-કર્ક, ગુરૂ- મેષ, શુક્ર- કર્ક/સિંહ, શનિ-કુંભ, રાહુ- મેષ, કેતુ-તુલા, ચંદ્ર-ધન રાશિથી મીન રાશિમાં ભ્રમણ કરશે.
મેષ :- આ સપ્તાહમાં જેઓ કુંવારા છે તેના માટે વિવાહના યોગ બની રહ્યા છે. સગાઇ થઇ શકે છે. વીજાતીય આકર્ષણ વધશે અને પ્રેમ સંબંધમાં પણ સફળતા મળી શકે છે.
વૃષભ :- નવી નોકરીમાં જવા ઇચ્છુક લોકોને સારી તક મળી શકે છે. પોતાની શરતોને આધિન નોકરી સ્વીકારવી જોઇએ. નવા ઘર-મકાન વસાવો તેવી પણ શક્યા છે. લોન પણ સરળતાથી મળી જશે.
ADVERTISEMENT
મિથુન :- આવકના નવા સ્ત્રોત ચાલુ થઇ શકે છે. આમ છતા પરિણામ આવવામાં વિલંબ થઇ શકે છે. ભાઇ -બહેનના સંબંધમાં મધુરમ જાળવવી જરૂરી છે.
કર્ક :- એજ્યુકેશન ક્ષેત્રે સફળતા જેઓને એજ્યુકેશન માટે ભારત બહાર જવું હોય તેઓ માટે સારી આવક પ્રાપ્ત થાય .
ADVERTISEMENT
સિંહ :- આત્મવિશ્વાસમાં વધારો થાય. જો કે ઓવર કોન્ફીડન્સમાં આવવું નહી. નોકરીમાં સત્ય લોકો સાથે સંબંધ ખરાબ થયા હશે તો તેમાં આ અઠવાડીયે સમાધાન થઇ શકે છે.
ADVERTISEMENT
કન્યા :-બારમે શુક્ર, મંગળ, આઠમે ગુરૂ, રાહુલ ટ્રાવેલિંગમાં સાચવવું, સેલ્ફ ડ્રાઇવિંગ કરતા હો તો સુરક્ષા પૂર્વક વાહન ચલાવવું. હયાત પ્રવાસમાં સંભાળવું. પોતાની દવાઓ નિયમિત લેવી.
તુલા :- આધ્યાત્મિકતામાં વધારો થાય. વડીલો-પિતૃઓના આશીર્વાદ મળે. સામેની અજાણી વ્યક્તિની પર્સનાલિટીથી અંજાઇ જવું નહી. નહીતર છેતરપીંડીનો ભોગ બની જવાય.
વૃશ્ચિક :- ધંધામાં વધારો થાય તેવા યોગ છે. નવી પાર્ટીમાં શક્ય હોય ત્યાં સુધી સેક્શનમાં કામ કરવું. નવો ધંધો જો શોધી રહ્યા હો તો આ સપ્તાહમાં સકારાત્મક વાતચીત અને વિચારણા થાય.
ધન :- સંતાનના એજ્યુકેશન બાબતે જો કોઇ ચિંતા હોય તો તેમાં કોઇ રસ્તો મળી શકે છે. પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય. કોઇ વ્યક્તિ ઉશ્કેરવાનો પ્રયાસ કરે તો ઠંડા મગજથી કામ લેવું.
મકર :- ધંધાકીય કારણસર પરદેશ જવું હોય અને વિઝા મળવામાં તકલીફ હોય તો આ સપ્તાહમાં કામ થઇ શકે. કોઇ વિવાદિત મિલ્કત હોય અને તેમાં સમાધાનની શક્યતાઓ છે.
કુંભ :- કોઇ ફેક્ટર શરૂ કરવાનું પ્લાનિંગ હોય તો તેમાં આગમ વાતચીત ચાલુ થઇ શકે છે. કોઇ ભાગીદાર રોકાણકર્તાની વાત આવી શકે છે.
મીન :- અણધાર્યા ખર્ચથી વરસવાની કોશિષ કરવી પડશે. ભાગીદાર-જીવનસાથી સાથે મતભેદો બહાર આવી શકે છે. પોતાના ગુસ્સા પર કાબુ રાખજો. પોતાની ભલામણનો ફાયદો કોઇ ઉઠાવે નહી તેનું ધ્યાન રાખવું.
વિશેષ :- આ સપ્તાહની શરૂઆત પહેલા મંગળ પોતાની નીચ રાશિ છોડીને સિંહ રાશિમાં દાખલ થયો છે. જેઓનું કામ રૂપિયા વગર અટકેલું હશે. તેઓને ઉછીના રૂપિયા અને લોન મળી શકે છે.
જ્યોતિષ – ઉદય શાહ
(udayanshah999@gmail.com)
ADVERTISEMENT