ભાજપ નેતાની પુત્રીના લગ્ન વિધર્મી યુવક સાથે નક્કી થયા, વિરોધ બાદ લીધો આકરો નિર્ણય
નવી દિલ્હી: ભાજપના નેતા અને પૌરી નગરપાલિકા પ્રમુખ યશપાલ બેનમની પુત્રીના લગ્ન 28 મેના રોજ મુસ્લિમ યુવક સાથે થવાના હતા, જે રદ કરવામાં આવ્યા છે.…
ADVERTISEMENT
નવી દિલ્હી: ભાજપના નેતા અને પૌરી નગરપાલિકા પ્રમુખ યશપાલ બેનમની પુત્રીના લગ્ન 28 મેના રોજ મુસ્લિમ યુવક સાથે થવાના હતા, જે રદ કરવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે, દીકરીની ખુશી માટે તેઓ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા માટે રાજી થયા હતા. પરંતુ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે મળી રહેલી પ્રતિક્રિયાને જોતા હાલમાં લગ્ન રદ કરવામાં આવ્યા છે.
બીજેપી નેતાએ કહ્યું કે, “જે વાતાવરણ સર્જાયું છે તે જોતા બંને પરિવારોએ સાથે બેસીને નિર્ણય કર્યો છે કે લોકપ્રતિનિધિ તરીકે તેમને પોલીસબંદોબસ્ત વચ્ચે લગ્ન કરવા યોગ્ય નથી. બંને પરિવારોએ નક્કી કર્યું છે કે આગામી 26, 27 અને 28 તારીખે લગ્નના કાર્યક્રમો યોજવા જોઈએ નહીં. મોનિસના પિતા રઈસે 28 મેના રોજ યોજાનાર લગ્નનો કાર્યક્રમ રદ કરવા માટે કોઈ કારણ આપ્યું નથી.
લગ્નનો થયો વિરોધ
યશપાલ બેનમની દીકરી મોનિકા અને ઉત્તર પ્રદેશના અમેઠીના રહેવાસી મોહમ્મદ મોનિસના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જે બાદ હિંદુવાદી સંગઠનો VHP, બજરંગ દળે શુક્રવારે પૌરીના કોટદ્વારમાં આ લગ્નનો વિરોધ કર્યો હતો. તેમણે બેનમના પૂતળાનું પણ દહન કર્યું હતું.
ADVERTISEMENT
કાર્ડ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે છપાવ્યું
વિશ્વ હિંદુ પરિષદના પૌરીના કાર્યકારી જિલ્લા પ્રમુખ દીપક ગૌરે આવા લગ્નને ખોટા ગણાવતા કહ્યું, “બેનમની પુત્રીએ કાં તો ઈસ્લામ ધર્મ અપનાવવો જોઈએ અથવા તેના ભાવિ જમાઈએ હિન્દુ ધર્મ અપનાવવો જોઈએ.” અગાઉ યશપાલ લગ્ન સમારોહનું આયોજન પૌરીના કંડોલિયા મેદાનમાં કરવા માગતો હતો, પરંતુ વેપાર મંડળના વિરોધ બાદ શહેરથી છ કિલોમીટર દૂર ઘુડદોરી એન્જિનિયરિંગ કૉલેજ પાસેના લગ્ન સ્થળ પર લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નનું આયોજન હિંદુ વિધિ મુજબ કરવામાં આવ્યું હતું. જો કે, 28 મેના રોજ નક્કી કરાયેલો આ લગ્ન કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT