‘હનુમાનજી ભગવાન નથી, ભક્ત છે…’, મનોજ મુંતશીર નિવેદન આપીને વધુ એક વિવાદમાં ફસાયા

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: આદિપુરુષ ફિલ્મને લઈને દેશભરમાં વિવાદ થઈ રહ્યો છે. પહેલા ફિલ્મના પાત્રોના લૂક અને બાદમાં ડાયલોગને લઈને લોકો ફિલ્મને બેન કરવાની માંગણી કરી રહ્યા છે. આ કારણે આદિપુરુષ માટે ડાયલોગ લખનાર મનોજ મુંતશીરે ટ્રોલર્સના નિશાના પર છે. હવે મનોજ મુંતશીરે એવું ભગવાન હનુમાન વિશે એવું નિવેદન આપ્યું છે કે હોબાળો મચી ગયો છે. તેમણે કહ્યું છે કે, બજરંગબલી ભગવાન નથી, તે ભક્ત છે. ભગવાન આપણે તેમને બનાવ્યા.

બચાવ કરતા વધુ વિવાદમાં ફસાયા મનોજ મુંતશીર
મનોજ મુંતશીરે આદિપુરુષના ડાયલોગ્સના વિવાદ વચ્ચે સતત મીડિયામાં દેખાઈ રહ્યા છે અને ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. તેમના દ્વારા લખાયેલા ડાયલોગ દર્શકોને પસંદ નથી આવી રહ્યા. આવી સ્થિતિમાં તેઓ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મનોજ મુંતશીરે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પોતાનો બચાવ કર્યો અને ભગવાન હનુમાન વિશે કહ્યું- “હનુમાને શ્રી રામની જેમ વાતચીત કરી નથી, કારણ કે તે ભગવાન નથી, તે એક ભક્ત છે. આપણે તેમને ભગવાન બનાવ્યા છે કારણ કે તેમની ભક્તિમાં તેમની પાસે તે શક્તિ હતી.”

સોશિયલ મીડિયા પર લોકોમાં ગુસ્સો
મનોજ મુંતશીરના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. લોકો તેને ઠપકો આપવા લાગ્યા અને મનોજ મુંતશીરને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તેમનો ઈન્ટરવ્યુ ન આપવાની સલાહ પણ આપી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

લોકોએ ચૂપ રહેવાની સલાહ આપી
મનોજ મુંતશીરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે કહ્યું, “તેનું મગજ ખરાબ થઈ ગયું છે… શિવનું સ્વરૂપ ભગવાન હનુમાન”. અન્ય એક યુઝરે કહ્યું, “સૌથી પહેલા મનોજ મુંતશીરે ઈન્ટરવ્યુ આપવાનું બંધ કરી દેવું જોઈએ.” અન્ય યુઝરે કહ્યું, “કૃપા કરીને કોઈ તેને ચૂપ કરાવો.” મનોજ મુંતશીર પર કટાક્ષ કરતા એક યુઝરે કહ્યું, “હનુમાનજી ભગવાન શિવના અવતાર હતા, આ મૂર્ખ વ્યક્તિ પાસે મગજ નથી અને તે રામાયણના સંવાદો લખી રહ્યો છે.”

    follow whatsapp

    ADVERTISEMENT