આદિપુરુષ ફિલ્મના ડાયલોગને લઈને મનોજ મુન્તાશીરે હાથ જોડી માંગી માફી, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ડિરેક્ટર ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ પહેલા જ વિવાદના વંટોળે ચડી છે. ફિલ્મના ડાયલોગ્સને દર્શકોએ સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. આ ડાયલોગ્સની ભારે ટીકા થઈ હતી અને લોકોએ ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીરને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યા હતા. ટ્રોલ થયા બાદ હવે મનોજ મુન્તાશીરે હાથ જોડીને માફી માંગી છે.

મનોજ મુન્તાશીરે માફી માંગી
મનોજ મુન્તાશીરે ટ્વિટ કરીને શ્રી રામના ચાહકો, સંતો અને ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું- હું સ્વીકારું છું કે આદિપુરુષ ફિલ્મથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મારા તમામ ભાઈઓ અને બહેનો, વડીલો, આદરણીય ઋષિઓ અને શ્રી રામના ભક્તોની હું હાથ જોડીને બિનશરતી માફી માંગુ છું. ભગવાન બજરંગ બલી આપણા બધાને આશીર્વાદ આપે, આપણને એક અને અતૂટ રહેવાની અને આપણા પવિત્ર શાશ્વત અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે!

‘આદિપુરુષ’ના ડાયલોગ્સથી ચાહકો કેમ ગુસ્સે થયા?
‘આદિપુરુષ’ની રિલીઝ પહેલા ફિલ્મને લઈને દર્શકોમાં ઘણો ઉત્સાહ હતો. ફિલ્મને જોરદાર એડવાન્સ બુકિંગ મળ્યું અને પ્રભાસ-કૃતિની ફિલ્મ ધમાકેદાર ઓપનિંગ કરી. પરંતુ ફિલ્મ જોયા બાદ દર્શકોને નિરાશા જ હાથ લાગી હતી. ફિલ્મના ડાયલોગ્સથી દર્શકો ગુસ્સે થયા હતા.લોકોનું કહેવું છે કે મનોજ મંતશીરે ફિલ્મના સંવાદો રામાયણના સમય પ્રમાણે નહીં પરંતુ આજની બોલચાલ પ્રમાણે લખ્યા હતા. મનોજ મંતશીરને હજુ પણ ડાયલોગ્સને લઈને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડે છે. ટ્રોલ થયા બાદ લેખકે ઘણી વખત ખુલાસો પણ કર્યો છે અને હવે તેણે માફી માંગવી પડશે.

ADVERTISEMENT

ટ્રોલિંગ બાદ ડાયલોગ્સ બદલ્યા
‘આદિપુરુષ’માં દર્શાવવામાં આવેલા હનુમાન, રાવણ, ઈન્દ્રજીત જેવા પાત્રોના સંવાદોથી ગુસ્સે થઈને દર્શકોએ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠાવી હતી. હાઈકોર્ટે સેન્સર બોર્ડ અને ફિલ્મના નિર્માતા-નિર્દેશકને પણ ફટકાર લગાવી છે, ત્યારબાદ નિર્માતાઓએ સંવાદો બદલવાનો નિર્ણય લીધો છે. હવે ફિલ્મના ડાયલોગ બદલવામાં આવ્યા છે. થિયેટરોમાં માત્ર ‘આદિપુરુષ’નું એડિટેડ વર્ઝન બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેમ છતાં ફિલ્મ દર્શકોને પ્રભાવિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT